ગાંધીનગર : બસમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો

0
15

ગાંધીનગરના ચંદ્રાલા ગામ આગમન હોટલ સામે હાઇવે રોડ પર શિવ કૃપા ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં વિદેશી દારૂની હેરાફેરી કરનારા મુસાફરને ઝડપી લઇ ચિલોડા પોલીસે 12 નંગ બોટલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગર જિલ્લામાં ચાલી રહેલી પ્રોહી ડ્રાઈવ અંતર્ગત ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા ગામે આગમન હોટલ સામે હાઇવે રોડ ઉપર વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન હિંમતનગરથી અમદાવાદ તરફ જતી શિવ કૃપા ટ્રાવેલ્સની બસ નંબર (GJ-03-BV-2520)ને અટકાવી હતી અને પોલીસ ટીમે લક્ઝરી બસમાં તમામ મુસાફરોનો સરસામાન ચેક કરવાની શરૂઆત કરી હતી.

એક પછી એક મુસાફરોના સામાંન ચેક કરતા દરમિયાન એક સીટ નીચે થેલો સંતાડેલી હાલતમાં પોલીસને મળી આવ્યો હતો જેના પગલે પોલીસે થેલાની તલાશી લેતા જેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 12 નંગ બોટલ મળી આવી હતી. બાદમાં પોલીસે રાજસ્થાનના અજમેર જિલ્લાના બામણ ખેડાના 24 વર્ષીય ડુંગરસિંહ રામ સિંહ રાવતની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોધી વિદેશી બોટલ નંગ 12, જેની કિંમત રૂપિયા ત્રણ બજાર 624 અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.ચાર હજાર 124નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here