ગાંધીનગર : સેક્ટર-14માં હાઉસિંગ બોર્ડના મકાનના વીજ મિટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી

0
3

ગાંધીનગરમાં ગઈકાલે સેક્ટર-16માં આવેલી હોટલમાં આગ લાગવાનો બનાવ બન્યા બાદ આજે ગાંધીનગરના સેક્ટર-14માં આવેલ હાઉસિંગ બોર્ડના મકાનના વીજ મિટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જેને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે આગ બુઝાવી રાહતનો દમ લીધો હતો.

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગાંધીનગર શહેરમાં આગના બનાવો દિન-પ્રતિદિન વધવા લાગ્યા છે. ગઈકાલે ગાંધીનગર સેક્ટર-16માં આવેલ મિડ ડે સ્કાય હોટલ નામના ગેસ્ટ હાઉસમાં વહેલી પરોઢે આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડ ટીમે ઘટના સ્થળે દોડી જઇ ત્રણ કપલોને ઉગારી લીધા હતા. ત્યારે હોટલમાં શોર્ટ સર્કિટ કે દીવાના કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડની તપાસમાં બહાર આવ્યું હતું.

હાઉસિંગ બોર્ડના મકાનના વીજ મિટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી

હાઉસિંગ બોર્ડના મકાનના વીજ મિટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી

જ્યારે આજે બીજા દિવસે સવારે ગાંધીનગરના સેક્ટર-14 માં આવે હાઉસિંગ બોર્ડના મકાનનાં વીજ મિટરમાં આગ લાગ્યાનો સંદેશો મળતા ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. સવારના સમયે હાઉસિંગ બોર્ડના મકાન નંબર-6 નાં વીજ મિટરમાં આગ લાગતા વસાહતીઓ ફફડી ઉઠયા હતા ફાયર બ્રિગેડ ટીમે પાણીનો મારો ચલાવી તેમજ મીટરની મુખ્ય લાઈનનો વાયર કાપીને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી માત્ર વીજ મીટર બળીને ખાખ થઈ ગયું હતું.

ઉનાળામાં વીજળીની ડિમાન્ડ વધતા આગના બનાવોનું પ્રમાણ વધી જાય છે

આ અંગે ગાંધીનગર ફાયર બ્રિગેડના ઓફિસર મહેશ મોડે જણાવ્યું હતું કે, સામાન્ય સંજોગોમાં શિયાળા દરમિયાન વીજ વપરાશ ઓછો થતો હોય છે જેથી વીજ મિટરમાં આગ લાગવાના બનાવો નહિવત હોય છે. જ્યારે ઉનાળા દરમિયાન વીજળીનો વપરાશ વધી જતો હોવાથી ઓવરલોડ ને કારણે વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગતી હોય છે. ઉનાળા દરમિયાન એર કન્ડિશન, કુલર તેમજ પંખા સહિતના વીજ વપરાશના સાધનો સતત ચાલતા રહેવાના કારણે મીટર પર લોડ પડતો હોવાથી આગની ઘટનાઓમા નોંધપાત્ર વધારો જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here