Monday, January 24, 2022
Homeગાંધીનગર : સસ્તું સોનું આપવાનું કહી વેપારી સાથે ચાર લાખની છેતરપિંડી કરનાર...
Array

ગાંધીનગર : સસ્તું સોનું આપવાનું કહી વેપારી સાથે ચાર લાખની છેતરપિંડી કરનાર રીઢો આરોપી ઝડપાયો

ઓનલાઈન માધ્યમથી પરિચયમાં આવેલા શખ્સોએ વીસ દિવસ અગાઉ સસ્તુ સોનું આપવાની લાલચ આપી વેપારીને ઠગી લીધો હતો. ગાંધીનગર શહેર નજીક ચિલોડા ખાતે રાજસ્થાનના વેપારીને બજાર કરતાં સસ્તું સોનું આપવાની લાલચ આપી ચાર લાખ રૃપિયાનો ચૂનો ચોપડયાની ફરિયાદ ચિલોડા પોલીસમાં નોંધાવા પામી હતી. ત્યારે ગાંધીનગર એલસીબીએ પૂર્વ બાતમીના આધારે પાલજ ગામના પાટિયા પાસેથી રીઢા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. જેની કડકાઈથી પૂછપરછ કરતા તેણે અત્યાર સુધીમાં જુદા જુદા લોકો સાથે રૂ. 8.10 લાખની છેતરપિંડી આચરી હોવાનું ખુલવા પામ્યું હતું.

શહેર નજીક આવેલા મુળ રાજસ્થાનના 2-વિદ્યાવિહાર કોલોની બેંક ઓફ બરોડાની પાસે કોટા ખાતે રહેતા પ્રફુલકુમાર જૈન શરાફી પેઢી ધરાવે છે. ત્યારે આશરે વીસ દિવસ અગાઉ તેમના મોબાઈલમાં ફેસબુકમાં કેતન પટેલ નામના પ્રોફાઈલ ઉપરથી લીંક આવેલી જેમાં સોનાની જાહેરાત હતી અને તે લીંક ઓપન કરી જોતાં તેમાં બજાર ભાવથી 15 ટકા સસ્તુ સોનું આપવાની જાહેરાત હતી. જેથી તેમણે કેતન પટેલ સાથે સોનું ખરીદવા વાતચીત કરી હતી અને પ્રફુલકુમારને મોટા ચિલોડા ખાતે પ્રમુખ કોમ્પ્લેક્ષમાં મળવા માટે બોલાવવામાં આવ્યા હતા.જ્યાં મનીષ પટેલ અને કેતન પટેલ સાથે 100 ગ્રામ સોનું ખરીદવા બાબતે વાતચીત થઈ હતી.

રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.50 લાખ પાનસોનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો

રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.50 લાખ પાનસોનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો

ચાર લાખ લઇ આરોપીઓ ફરાર થયા

આ બન્ને શખ્સો તેમને ચિલોડાથી નજીક આવેલા એક ફાર્મહાઉસમાં લઈ ગયા હતા અને રૃપિયા આપી દો સોનું લઈ આવીએ તેમ જણાવતાં પ્રફુલકુમારે રૃપિયા ચાર લાખ તેમને આપી દીધા હતા. રૃપિયા લઈને સોનું લઈ આવવાનું કહીને બન્ને શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા. ઘણો સમય વીતી જવા છતાં બન્ને પરત નહીં આવતાં પ્રફુલકુમારને છેતરાયાનો અહેસાસ થતાં તેમને ચિલોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પાલજ ગામના પાટિયા પાસેથી એક શખ્સ ઝડપાયો

બીજી તરફ ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના ઇસ્પેક્ટર હરપાલસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.એસ.રાવલ સહિતના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે વખતે હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ તેમજ ભવાનસિંહને બાતમી મળતા પાલજ ગામના પાટિયા પાસેથી એક ઇસમને ઝડપી લીધો હતો.

કડકાઇથી પૂછતાછ કરતાં છેતરપિંડી કર્યાની કબૂલાત કરી

આ અંગે ઇન્સ્પેક્ટર ઝાલાએ જણાવ્યું હતું કે, પકડાયેલ લિયાકત અલી સ/ઓ રસીદુલા અબ્દુલ હટ નોડે(રહે. ગુપતાનગર જયંતિભાઈ આહીરના મકાનમાં વાસણા અમદાવાદ મૂળ ભુજ)ની અંગ જડતી કરતાં દોઢ લાખ રૂપિયા રોકડા તેમજ એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેની કડકાઇથી પૂછતાછ કરતા તેણે તેના સાગરિતો રફીક કાસમભાઈ શેખ તથા તેના એક મિત્ર હિતેશ સતિષ ચૌધરી (રહે. ચૌધરી ગામ) સાથે મળીને ઉપરોક્ત ફરિયાદીને સોનુ આપવાની લાલચ આપી ચાર લાખની છેતરપિંડી કર્યાની કબૂલાત કરી હતી.

અત્યાર સુધીમાં રૂ. 8.10 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું ખૂલ્યું

એલસીબીએ લિયાકત અલીની કડકાઇથી પૂછતાછ કરતા તેણે તેના સાગરીત રફીકશા શેખ વાડા સાથે મળીને ઉસ્માન નામની વ્યક્તિ પાસેથી અઢી લાખ, દોઢ વર્ષ પહેલાં હાજી જલાલ નોડે સાથે મળી હાલીસા સાણોદા રોડ પરથી એક ભાઈના 60 હજાર, ધાંગધ્રા પાસેથી એક લાખ, ભુજથી સાગરિત અબ્દુલ સાથે 1.50 લાખ તેમજ સાત માસ અગાઉ કાસમ નામના સાગરિત સાથે મળીને 2.50 લાખ એમ કુલ રૂ. 8.10 લાખની છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી હતી. ઉપરોક્ત આરોપીઓના ઇતિહાસ અંગે ઇ ગુજકોપ મારફતે તપાસ કરતા ખાવડા, નવરંગપુરા અને અમદાવાદ શહેર ડીસીબી પોલીસ મથકોમાં તેના વિરુદ્ધ ગુના નોંધાયા હોવાનું ખુલવા પામ્યું છે. આરોપી પાસેથી ચિલોડા પોલીસ મથકે નોંધાયો ગુના સંદર્ભે મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.50 લાખ પાનસોનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular