ગાંધીનગર : કન્ટેનર ડેપો બહાર વરલી મટકાનો જુગાર રમાડતી શખ્સની ધરપકડ

0
7

ગાંધીનગરના જમિયતપૂરા ગામની સીમમાં આવેલ કન્ટેનર ડેપોનાં દરવાજા બહાર એક્ટિવા પર બેસીને વરલી મટકાનો જુગાર મોબાઇલ મારફતે રમાડી રહેલાં યુવાનની અડાલજ પોલીસે ધરપકડ કરી રૂપિયા એક લાખ એક હજાર સાતસો રોકડ, મોબાઈલ ફોન તેમજ એક્ટિવા મળી કુલ રૂ. 1 લાખ 46 હજાર 700નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અડાલજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એચ. સિંધવના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કોન્સ્ટેબલ મિલનભાઈ રમેશભાઈને બાતમી મળી હતી કે ખોરજ ગામનો ફિરોઝખાન અનવરખાન પઠાણ જમિયતપૂરા ગામની સીમમાં આવેલ કન્ટેનર ડેપોનાં ગેટ નંબર-૨ આગળ એક્ટીવા પર બેસીને વરલી મટકાનો જુગાર રમી રમાડી રહ્યો છે.

જેના પગલે પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ ફિરોઝખાન પઠાણ ને એક્ટિવા નંબર GJ18DD1115 પર બેસીને જુગાર રમી રમાડતાં રંગે હાથ ઝડપી પાડયો હતો. ફિરોઝખાન પઠાણ કન્ટેનર ડેપો ખાતે કામ કરતો હોવાનું ધ્યાને આવ્યું છે. જે કન્ટેનર ડેપોનાં દરવાજા બહાર બેસીને પરપ્રાંતીયો સહિતનાં લોકોને વરલી મટકા નો જુગાર રમાડતો હતો. જે તેનાં મોબાઇલમા વોટ્સઅપ એપ્લિકેશનમાં મારફતે વરલી મટકાના આંકડા લખતો હતો. જેની અંગ જડતી લેતાં એક લાખ એક હજાર સાતસો રોકડાં તેની પાસેથી મળી આવ્યાં હતાં. જેની જુગારધારા હેઠળ ધરપકડ કરીને રોકડ રકમ મોબાઇલ ફોન તેમજ એકટીવા મળીને કુલ રૂપિયા 1 લાખ 46 હજાર સાતસો નો મુદ્દામાલ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here