Friday, September 17, 2021
Homeગાંધીનગર : જુના વિહિકલ માટે નવી પોલિસી જાહેર કરવામાં આવશે
Array

ગાંધીનગર : જુના વિહિકલ માટે નવી પોલિસી જાહેર કરવામાં આવશે

ગાંધીનગર: કેન્દ્ર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ની બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેમાં માર્ગ અને પરિવહન વિભાગની મહત્વની સ્ક્રેપ પોલીસી રજુ કરવામાં આવી હતી. ૧૫ વર્ષથી જુના વાહનોને ભંગાર કરી દેવાની આ પોલીસી અંગે મહત્વની જાહેરાત આગામી તા.૧૩મી ઓગસ્ટના રોજ મહાત્મા મંદિરથી થવા જઇ રહી છે એટલે કે, ભારતમાં વ્હિકલ સ્ક્રેપ પોલીસીની જાહેરાત ગાંધીનગરથી કરવામાં આવશે. જે માટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી  ગાંધીનગર આવશે.

દિલ્હી સહિત મોટા શહેરોમાં વાયુ પ્રદુષણનો પ્રશ્ન ખુબ જ જટીલ બન્યો છે. જેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા મહત્વની પોલીસી તૈયાર કરવામાં આવી છે જે અંગે બજેટ સત્ર દરમિયાન જાહેરાત પણ કરવામાં આવી હતી. ૧૫ વર્ષ જુના વાહનોને ભંગાર કરી દેતી સ્ક્રેપ પોલીસી તૈયાર થઇ ગઇ છે અને તેની જાહેરાત આગામી દિવસોમાં ગાંધીનગરથી થનાર છે. આંતરિક સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આગામી તા.૧૩ ઓગસ્ટના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિરથી આ રાષ્ટ્રીય વ્હિકલ પોલીસી શરૃ કરવામાં આવનાર છે. આ માટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ ગાંધીનગર આવવાના છે અને અહીંંથી આ મહત્વની પોલીસીની જાહેરાત કરવામાં આવશે. અત્યાર સુધી જુના વાહનોને ભંગારમાં નાસ કરવા અંગે કોઇ વ્યવસ્થા નથી ત્યારે આ પોલીસીને ધ્યાનમાં રાખીને ૧૫ વર્ષથી જુના અને પ્રદુષણ ફેલાવતાં વાહનોને ટેકનોલોજીની મદદથી સ્ક્રેપ કરવામાં આવશે.

આ માટે હવે વાહનોને સ્ક્રેપ કરવા માટેનો નવો ઉદ્યોગ શરૃ થશે તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પંદર વર્ષ જુના વાહનો હોય અને સારી કંડીશનમાં હોય કે જે વધુ પ્રદુષણ ફેલાવતાં ન હોય તેવા વાહનો સ્થાનિક આરટીઓ દ્વારા પાંચ વર્ષ સુધીનું રીન્યુ કરી આપવા જોઇએ તેવી માંગ પણ અગાઉ ઉઠી હતી જેના પગલે આ મામલે પણ પોલીસીમાં જોગવાઇ કરવામાં આવી છે કે નહીં તેની હવે પોલીસીની જાહેરાત થયાં બાદ જ ખ્યાલ આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments