Saturday, September 18, 2021
Homeગાંધીનગર : વિકલી કામગીરીનું લેશન લેવાનું શરૂ કરાતા કર્મચારીઓમાં ફફડાટ
Array

ગાંધીનગર : વિકલી કામગીરીનું લેશન લેવાનું શરૂ કરાતા કર્મચારીઓમાં ફફડાટ

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં નવ નિયુકત મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા એક પછી એક બેઠકોનો દોર શરૂ કરી અત્યાર સુધીની કામગીરીનો ચિતાર માંગવામાં આવતા અધિકારી – કર્મચારીઓ ફફડી ઉઠયા છે. ત્યારે હવે દર સોમવારે કમિશ્નર દ્વારા દરેક વિભાગની વીકલી કામગીરીનું લેશન લેવાનું શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરાતા અત્યાર સુધીમાં માત્ર કાગળ પર ચાલતી કામગીરીની પોલ ખુલી જવાની બીકે અધિકારી-કર્મચારીઓ દોડતા થઇ ગયા છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્માર્ટ સીટી અંતર્ગત વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના અનેક આક્ષેપો થઈ ચૂક્યા છે. ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ધવલ પટેલે મોરચો સંભાળતા જ અધિકારી-કર્મચારીઓ રીતસરનાં આઘાપાછા થવા લાગ્યા છે. અત્યાર સુધી નવ નિયુકત મ્યુનિસિપલ કમિશ્નર ગાંધીનગર કોર્પોરેશન તેમજ ગાંધીનગરના ભૂગોળ ઇતિહાસથી અવગત થઈ રહ્યા હતા. જેનાં કારણે કોર્પોરેશનમાં અધિકારી-કર્મચારીઓ પહેલાંની જેમ આરામના મૂડમાં રાચતા હતા.

તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશ્નર ધવલ પટેલ દ્વારા કોર્પોરેશનની વિવિધ શાખાના અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારે અમુક વિભાગમાં ચાલતી કાગળ પરની કામગીરીથી કમિશ્નર પણ માહિતગાર થઈ ચૂક્યા છે. હવે દર સોમવારે કમિશ્નર દ્વારા તમામ વિભાગ દ્વારા અઠવાડિક કરવામાં આવેલી કામગીરીનું લેશન માંગવામાં આવશે જેના કારણે અધિકારી-કર્મચારીઓ ફફડી ઉઠયા છે.

કોર્પોરેશનનાં સિવિલ, ટેક્ષ, ટાઉન પ્લાનિંગ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, મહેકમ, વિજિલન્સ તેમજ ફાયર વિભાગ સહિતના અધિકારીએ દર સોમવારે વિકલી કામગીરીનું લેશન લઈને કમિશ્નર સમક્ષ હાજર થવું પડશે. જેની કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવશે. અને કામમાં લાલીયાવાડી જણાઈ આવશે તો ઉધડો પણ લેવાઈ જશે તેવો ગણગણાટ પણ શરૂ થઈ ચૂક્યો છે.

કમિશ્નર ધવલ પટેલનું વલણ જોઈને અધિકારીઓ અત્યારથી જ કામગીરી કરવા જોતરાઈ ગયા છે. સોમવારે કમિશ્નરને કામગીરીનો અહેવાલ આપવાનો હોવાથી કર્મચારીઓ પણ ઊંધા માથે કામે લાગી ગયા છે. ત્યારે ઘણા વિભાગમાં અત્યારસુધી કાગળ પર કાર્યવાહી કરીને કર્મચારીઓ બેસી રહેતાં હતાં. જ્યારે હવે કમિશ્નરે મોરચો સંભાળી લીધો છે ત્યારે પ્રજાના કામો પણ ઝડપી બનશે અને પેન્ડીંગ ફાઈલો નો નિકાલ પણ ટાઈમસર થવા માંડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments