Thursday, April 18, 2024
Homeગાંધીનગર : જિલ્લાની વધુ 18 વ્યક્તિઓ સંક્રમિત થતાં કુલ કેસ 8377 થયા
Array

ગાંધીનગર : જિલ્લાની વધુ 18 વ્યક્તિઓ સંક્રમિત થતાં કુલ કેસ 8377 થયા

- Advertisement -

જિલ્લાની વધુ 18 વ્યક્તિઓ સંક્રમિત થતાં કુલ કેસ 8377 થયા છે. જ્યારે છેલ્લા ત્રણ દિવસના વિરામ બાદ સારવાર દરમિયાન 62 વર્ષના વૃદ્ધના મોતથી કુલ આંકડો 605 થયો છે. આ ઉપરાંત વધુ 11 દર્દી કોરોનાને હરાવવામાં સફળ રહી છે. સંક્રમિતોમાં વેપારી, વિદ્યાર્થી, ગૃહિણી સહિતનો સમાવેશ થાય છે.

મનપા વિસ્તારના સે-4માંથી ગૃહિણી, 2 વૃદ્ધ, સે-13ના વૃદ્ધ, સે-30માં ગૃહિણી, સે-2માંથી વૃદ્ધ, મહિલા, ઇન્ફોસીટીની ગૃહિણી, સે-7ના 72 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-26ની 74 વર્ષીય ગૃહિણી કોરોનામાં સપડાઇ છે. જ્યારે ગાંધીનગર તાલુકામાંથી નવા 7 કેસમાં કુડાસણમાંથી 39 વર્ષીય યુવાન, 42 વર્ષીય મહિલા, સરગાસણમાંથી 77 વર્ષીય ગૃહિણી, 39 વર્ષીય વેપારી, રાંદેસણના 50 વર્ષીય વેપારી, વાવોલના 82 વર્ષીય વૃદ્ધ, છાલાનો 22 વર્ષીય વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત થયો છે. ઉપરાંત દહેગામ નગરપાલિકા વિસ્તારનો 12 વર્ષીય વિદ્યાર્થી સંક્રમિત થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular