Thursday, October 28, 2021
Homeગાંધીનગર : ગુજરાતમાં બેકાબુ બનેલા કોરોનાને રોકવા કેબિનેટની બેઠકમાં કઠોર નિર્ણય લેવાઈ...
Array

ગાંધીનગર : ગુજરાતમાં બેકાબુ બનેલા કોરોનાને રોકવા કેબિનેટની બેઠકમાં કઠોર નિર્ણય લેવાઈ શકે

રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને રોકવા માટે આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં કોરોનાના સંક્રમણને રોકવા માટેની ચર્ચાઓ કરાશે. જેમાં હોસ્પિટલોમાં દર્દીઓ માટેના બેડ અંગેની સમીક્ષા કરાશે. તે ઉપરાંત કોરોનાને કાબુમાં લેવા માટે કેન્દ્રની ગાઈડ લાઈન મુજબ આપેલી છુટછાટો પાછી ખેંચવા અંગેના નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. લોકો કોરોનાના નિયમો પાળે તેમજ માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે માટે આકરા પગલાં લેવા માટે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચાઓ થશે. કોરોનાના વધતા કેસોને લઈને માસ્ક વિના નીકળતા લોકોને દંડ કરવા માટેના કડક પગલાં લેવા માટેનો પણ નિર્ણય લેવાઈ શકે છે.

તહેવારોની ઉજવણીમાં રોક લાગી શકે
તે ઉપરાંત આગામી દિવસોમાં આવનારા તહેવારોની ઉજવણીમાં પણ સરકાર રોક લગાવી શકે છે. ફાર્મ હાઉસ તથા પાર્ટી પ્લોટમાં હોળી રમવા પર રાજ્ય સરકાર રોક લગાવી શકે છે. તેમજ તહેવારોની ધાર્મિક વિધિમાં છુટછાટ આપી શકે છે. સરકાર સંક્રમણને ધ્યાને રાખીને તહેવારો તથા ઉજવણીઓ માટે ફરીથી ગાઈડલાઈન જાહેર કરી શકે છે. અમદાવાદની બે નામાંકિત ક્લબોએ પણ ધુળેટીની ઉજવણી નહીં કરવાની અપીલ કરી છે. તે ઉપરાંત શાળા કોલેજોની પરીક્ષા અંગે પણ સરકાર નિર્ણય લઈ શકે છે.

અમદાવાદમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય

લગ્ન-મરણમાં ભીડ એકઠી ન કરવા લોકોને સમજાવાશે
શહેરમાં કોરોના સંક્રમણ વધતાં મ્યુનિ.એ દિવસે પણ કોરોનાની ગાઇડલાઇનનું પાલન થાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. સોલિડ વેસ્ટ વિભાગના 225 સભ્યોની ટીમ દ્વારા તપાસ અભિયાન હાથ ધરાશે. જેમાં હોટલ, મોલ, મલ્ટિપ્લેકસમાં પણ કોરોના ગાઇડલાઇનનું પાલન થાય છે કે કેમ તેની તપાસ કરાશે. લગ્ન અને મરણપ્રસંગમાં પણ કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે મ્યુુનિ. ટીમ સમજાવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું કે, વિભાગની 225 ટીમ અલગ અલગ મોલ, મલ્ટિપ્લેક્સ, હોટેલ, રેસ્ટોરાં પર નજર રાખશે.

31 માર્ચ સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાદવામાં આવેલા રાત્રિ કર્ફ્યુની મુદત પૂરી થઈ ગઈ. સરકારની કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવાયો છે. જેમાં હવે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય લેવાયો છે. રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

સોશિયલ ડિસ્ટનસિંગનું ચુસ્ત પાલન કરાવશે
ગુજરાતમાં ચૂંટણી અને ક્રિકેટ મેચ બાદ કોરોનાના કેસો રોજે રોજ વધવા લાગ્યા છે ત્યારે સરકારની કોર કમિટી એ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ 10 વાગ્યાથી કર્યો છે સાથે શહેરોમાં બેફામ ફરી રહેલી જનતાને પણ કાબુમાં રાખવા હવે માસ્કનો 1000 રૂપિયા દંડ વસૂલવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરાવવા માટે ફરી એકવાર ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવા ની દિશામાં આગળ વધી રહી છે.

ચાર મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય લેવાયો
ચાર મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય લેવાયો

રાતના 10 પછી ખાણી-પીણીના સ્ટોલ બંધ
આ પહેલા અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

સિવિલમાં કોરોનાના દર્દીઓમાં વધારો
અસારવાની સિવિલ હોસ્પિટલમાં પણ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં કેસોની સંખ્યા હવે 100ને પાર પહોંચવા આવી છે. સુપ્રિટેન્ડન્ટ ડો. જે.પી. મોદીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં અત્યારે 91 જેટલા કેસો નોંધાયા છે. જેમાં 60થી વધુ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જે માસ્ક નથી પહેરતાં અને સોશિયલ ડિસ્ટન્સ ન રાખતા લોકો માટે ચેતવાની જરૂર છે. લોકોએ લગ્ન મેળાવડા અને ભીડવાળી જગ્યા પર જવાનું ટાળવું જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં તૈયારીના ભાગરૂપે 1200 બેડ હોસ્પિટલમાં 500 બેડ ઇમરજન્સીના તૈયાર કરવામાં આવ્યા છે અને જરૂર પડે વધુ બેડ શરૂ કરવામાં આવશે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધ્યા
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધ્યા

રાજ્યમાં કોરોના ફરી વકર્યો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 133 દિવસ એટલે કે સાડા ચાર મહિના બાદ ગુજરાતમાં 954 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. જ્યારે 703 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કુલ 2 દર્દીના મોત સાથે

 મૃત્યુઆંક 4,427 થયો છે.

રાજ્યનો રિક્વરી રેટ 96.65 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 24 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 5 હજારની નજીક પહોંચી ગયો છે અને હાલ 4966 એક્ટિવ કેસ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments