ગાંધીનગર : સીટી બસની ટક્કરથી બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ મોત

0
0

ગાંધીનગરના અડાલજ મહેસાણા રોડ ઉપર આવેલી મહારાજા હોટલની સામે સીટી બસની ટક્કરથી બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ મોત થતાં અડાલજ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અડાલજ ગામની કૈલાશ સોસાયટીની પાછળ રહેતા રાજુજી મોહનજી ઠાકોરના પરિવારમાં પત્ની રંજનબેન તેમજ સંતાનમાં બે દીકરા અને દીકરી છે જેમનો મોટો દીકરો વિજય ડ્રાઇવિંગ કરે છે તેમજ દીકરી ભારતીના લગ્ન થઈ ચૂક્યા છે. જ્યારે તેમના 27 વર્ષીય પુત્ર રોહિત છૂટક મજૂરી કામ કરતો હતો.

માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં યુવકનું મોત સોમવારે સવારે આશરે સાડા સાત વાગ્યાના અરસામાં રોહિત તેનું સ્પ્લેન્ડર બાઈક લઈને અડાલજ મહેસાણા રોડ તરફ જઈ રહ્યો હતો, ત્યારે મહારાજા હોટલની સામે સીટી બસના ચાલકે પોતાની બસ પુરપાટ ઝડપે હંકારી બાઈકને ટક્કર મારી હતી. જેના કારણે રોહિત ઉછડીને રોડ પર પટકાતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં પુષ્કળ લોહી વહી જતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું.

આ બનાવના પગલે મોટી સંખ્યામાં વાહનચાલકો એકઠા થઇ ગયા હતા. અકસ્માતની જાણ થતાં મૃતકના પિતા તેમજ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગે અડાલજ પોલીસે સિટી બસના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here