ગાંધીનગર : ગૃહકલેશના કારણે યુવકને માઠું લાગી આવતા તે કેનાલમાં આપઘાત કરવા ગયો

0
7

ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ મથક હદ વિસ્તારમાં 26 વર્ષીય યુવાન ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જેના પરિવારમાં માતા-પિતા તેમજ અન્ય બે ભાઈઓ છે. યુવકને કોઈ બાબતે તેના પિતાએ ઠપકો આપ્યો હતો. પારિવારિક ગૃહકલેશના કારણે યુવકને માઠું લાગી આવતા તે કેનાલમાં આપઘાત કરવા જવાનું કહીને ઘરેથી ચાલતો ચાલતો નીકળી ગયો હતો.

ક્ષણિક આવેશમાં આપઘાત કરવા માટે નીકળેલા યુવકની પરિવારજનોએ ગાંધીનગરના વિસ્તારોમાં શોધખોળ આદરી હતી. પરંતુ યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો પિતા તેમજ ભાઈઓએ તેના મોબાઇલ ઉપર પણ અવારનવાર સંપર્ક કરવા છતાં યુવાન ફોન ઉઠાવતો ન હતો જેથી અજુગતી ઘટના ઘટે નહિ તે માટે યુવકનો ભાઇ ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ મથકે આવી પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાક્રમની વિગતવાર માહિતી પોલીસને આપી હતી.

સેકટર 21 PI મનોજ ભરવાડની ટીમની સતર્કતા રંગ લાવી
પોતાના વિસ્તારનો યુવક આવેશમાં આવીને નર્મદા કેનાલમાં આપઘાત કરવા માટે નીકળ્યો હોવાની જાણ સેક્ટર 21 પી.આઈ મનોજ ભરવાડ ને થઈ હતી. ઘટનાની ગંભીરતા પારખી ગયેલા પી.આઈ ભરવાડ દ્વારા તાબડતોડ ઇન્વે પી.એસ.આઇ ડી. એ રાઠોડ સહિતની ટીમને યુવકને શોધી શોધી કાઢવા માટે સુચના આપવામાં આવી હતી. ત્યારે સમગ્ર ટીમ યુવકની શોધખોળ કરવા કામે લાગી ગઈ હતી. પોલીસની ટીમ ગાંધીનગરના ખૂણે ખૂણા ફેંદી વળી હતી. જ્યારે બીજી ટીમ નર્મદા કેનાલ તરફ તપાસ કરવા દોડી ગઇ હતી તેમ છતાં યુવકની કોઇ ભાળ મળી આવતી ન હતી જેના પગલે પીએસઆઇ રાઠોડ યુવકના મોબાઈલ ફોનનું લોકેશન શોધવા કવાયત હાથ ધરી હતી જેમાં યુવક નું લોકેશન અવારનવાર બદલાતું રહેતું હતું.

ગાંધીનગર તેમજ નર્મદા કેનાલ વિસ્તારમાં પોલીસ ટીમ યુવકની શોધખોળ કરી રહી હતી તે વખતે અચાનક તેનું લોકેશન ઉવારસદ તળાવ પાસે મળી આવ્યું હતું અને યુવક કેનાલમાં આપઘાત કરી લેશે તેવું નક્કી થઈ ગયું હતું. જેથી સમય વેડફ્યા વગર પોલીસ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી. જ્યાં યુવક ચાલતો ચાલતો નર્મદા કેનાલ તરફ જતા મળી આવ્યો હતો. બાદમાં યુવકને પોલીસ મથકે લઈ આવવામાં આવ્યો હતો જ્યાં પોલીસ અધિકારી તેમજ સ્ટાફના માણસોએ યુવકને માર્ગદર્શન પૂરું પાડી આઘાત નહીં કરવા માટે સમજાવ્યો હતો તેમજ તેના પરિવારને પણ યોગ્ય સમજણ આપીને પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવ્યું હતું. નોંધનીય છે કે પીઆઇ ભરવાડની તેમની મહેનત રંગ લાવતા એક યુવાન નો જીવ બચી જવા પામ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here