Tuesday, September 21, 2021
Homeગાંધીનગર : યુવકે ‘આત્મહત્યા એ સમસ્યાનું નિવારણ નથી’ બોર્ડ વાંચી આપઘાત કરવાનું...
Array

ગાંધીનગર : યુવકે ‘આત્મહત્યા એ સમસ્યાનું નિવારણ નથી’ બોર્ડ વાંચી આપઘાત કરવાનું માંડી વાળ્યું

અડાલજ કેનાલ પાસે શુક્રવારે રાત્રે આપઘાત કરવા માટે પહોંચેલા ગાંધીનગરના એક વ્યક્તિએ જીવન આસ્થાનું બોર્ડ જોઈને આપઘાત કરવાનું માંડી વાળ્યું હતું. આ વ્યક્તિએ હેલ્પલાઈન પર ફોન કરીને પોતાની વ્યથા ઠાલવી હતી. એક તરફ જીવન આસ્થા હેલ્પલાઈન દ્વારા કાઉન્સેલિંગ શરૂ કરાયું હતું. બીજી તરફ મેસેજ આપતા અડાલજ પોલીસની બે ગાડી ઘટના સ્થળે સાવચેતી માટે પહોંચી ગઈ હતી અને તેમને સમસ્યાનો ઉકેલ લાવવા સમજાવ્યા હતા.

આર્થિક સંકળામણને કારણે લીધો નિર્ણય
ગાંધીનગરના એક વિસ્તારમાં રહેતાં રહીશ શુક્રવારે રાત્રે ગાડી લઈને અડાલજ કેનાલ પર પહોંચ્યા હતા. આર્થિક સમસ્યા અને પત્ની સાથે ઝઘડાયોને પગલે કંટાળેલા રહીશ આપઘાત કરવા માટે અહીં પહોંચ્યા હતા. અહીં તેમણે ગાંધીનગર પોલીસ દ્વારા ચાલતી જીવન આસ્થા હેલ્પલાઈનનું બોર્ડ જોયું હતું, જેમાં આપઘાત એ સમસ્યાનું નિવારણ નથીનું લખાણ હતું. જેને પગલે તેઓએ હેલ્પલાઈન પર ફોન કરીને પોતાની વ્યસ્થા ઠાલવી હતી. એક તરફ જીવન આસ્થા હેલ્પલાઈન દ્વારા કાઉન્સેલિંગ શરૂ કરાયું હતું.

બીજી તરફ મેસેજ આપતા અડાલજ પોલીસની બે ગાડી ઘટના સ્થળે સાવચેતી માટે પહોંચી ગઈ હતી. જેમાં દોઢ કલાક સુધી આ વ્યક્તિ સાથે વાતચીત કરીને તેને આપઘાત ન કરવા અને સમસ્યાઓ ઉકેલ માટે પ્રયત્નો કરવા માટે સમજાવ્યા હતા. જીવન આસ્થા હેલ્પલાઈનના લાયઝન અધિકારી પી. સી. વલેરાએ કહ્યું હતું કે, કોરના કાળના સમયમાં આર્થિક સંકડામણ, કૌટુંબિક સમસ્યાઓ તથા વિવિધ કારણોસર મદદ માટે કોલની સંખ્યામાં વધારો થયો છે. હાલમાં રોજના 90થી 100 કોલ્સ આવે છે, જેઓનું જરૂરી કાઉન્સેલિંગ કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments