ગાંધીનગર જિલ્લાના ડભોડાનો એક યુવક ગુમ થતા રાયપુર પાસે આવેલી નર્મદા કેનાલ ઉપરથી બાઈક અને તેનો મોબાઈલ મળી આવતા ૧૪ વ્યક્તિઓની તરવૈયાઓની ટીમ શોધખોળ આદરી રહી છે.
વીઓ- ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામનો એક યુવાન નામે વિજયસિંહ દલુસિંહ સોલંકી કોઈ અગમ્ય કારણોસર તેના ઘરેથી ગઈ રાત્રીએ ૧૨ વાગે ચાલ્યો જતા તેના પરીવારજનો તેની શોધખોળ સવારમા કરતા સવારે વહેલા તેના મોબાઈલ ઉપરથી કોઈ વ્યક્તિએ તેના ઘરના પરીવારને વાત કરતા તેમના ઘરનો પરીવાર તાબડતોડ રાયપુર વીરાતલાવડી બ્રીજ ઉપર અવેલી નર્મદા કેનાલ ઉપર જઈને તપાસ કરતા આ કેનાલ ઉપર આ યુવકે બાઈક ઉપર ફોન મુકીને ચાલ્યો ગયો હોય કે કેનાલમા પડ્યો હોય તેવી શંકા સેવાઈ રહી છે. અને તેના ચંપલ પણ કેનાલ ઉપર પડેલા જોતા લોકોનુ અનુમાન છે કે આ વ્યક્તિ નર્મદા કેનાલમા પડ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. બીજી બાજુ કેટલાક સ્થાનિક લોકોમા ચર્ચાતી લોકચર્ચા મુજબ આ યુવકને પ્રભુપુરા ગામની કોઈ યુવતી સાથે ઈલુ ઈલુ થઈ જવા પામ્યુ હતુ. તેવી નર્મદા કેનાલ ઉપર કેટલાક લોકો ચર્ચાઓ કરી રહ્ય હતા. અને રાયપુર પાસે આવેલી નર્મદા કેનાલ ઉપર એક કપલ પ્રેમની ગોષ્ટિ કરી રહ્યુ હતુ તેની પણ આ પરીવારે તપાસ કરતા આ પ્રેમી કપલ અમદાવાદનુ હોવાનુ જાણવા મળ્યુ હતુ. તેથી ઘરના પરીવારજનો આ યુવકને ચોમેરે શોધખોળ આદરી રહ્યા છે. બહીયલ કાલુભાઈ ખલાફીની ૧૪ વ્યક્તિઓની ટીમ સવારની આ વ્યક્તિને શોધવા માટે કેનાલમા ધમપછાડા કરી રહી છે. પણ હજી સુધી બપોરના ૨:૪૦ મીનીટ થવા આવી તેમ છતા આ વ્યક્તિનો કોઈ પત્તો મળવા પામ્યો નથી. તેથી તેના પરીવારજનો નર્મદા કેનાલમા સવારના તપસ્યાધરીને તેની શોધખોળ આદરી રહ્યા છે.અને આ નર્મદા કેનાલ ઉપર સવારથી મોટી સંખ્યામા લોકોની મોટી કતારો જોવા મળતી હતી . અને મુખ્ય માર્ગ બાઈકો અને પ્રાઈવેટ વાહનોથી ભરચક થઈ જવા પામ્યો હતો
ગાંધીનગર જિલ્લાના રાયપુર વીરાતલાવડી બ્રીજ ઉપર એક બાઈક ઉપર મોબાઈલ મુકીને ડભોડાનો યુવાન ગુમ થયો કે કેનાલમા પડ્યો તેની સેવાતી શંકાઓ
- ડભોડાના વરણીયા વાસમા રહેતો વિજય સોલંકી રાત્રે ૧૨ વાગે ઘર છોડીને ભાગી જતા આ બાઈક રાયપુર વીરાતલાવડી બ્રીજ ઉપરથી મળી આવવા પામ્યુ છે
- આ બાઈકના આધારે ઘરના પરીવારો આ યુવકે કેનાલમા જંપલાવ્યુ હોય તેવુ અનુમાન લગાવી રહ્યા છે
- આ અનુમાનના આધારે બહીયલના કાલુભાઈ ખલાફીની ૧૪ વ્યક્તિઓની તરવૈયાઓની ટીમ સવારથી આ વ્યક્તિની નર્મદા કેનાલના શોધખોળ આદરી રહી છે
- કેનાલ ઉપર ચર્ચાતી લોકચર્ચા મુજબ આ યુવકને કોઈ યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો તેવુ ઘટના સ્થળે લોકો ખુલ્લે આમ લોકચર્ચાઓ કરી રહ્યા છે
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર