ગાંધીનગર:અર્બન હેલ્થ આ સેન્ટરમાં દરરોજ 200 જેટલા નાગરિકોને વિનામૂલ્યે કોરોનાની રસી આપવામાં આવે છે

0
6

ગાંધીનગરના સેક્ટર-2માં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં છેલ્લા દસ દિવસ દરમિયાન 2000 જેટલા નાગરિકોને કોરોનાની રસી આપીને અસરકારક કામગીરી કરવામાં આવી છે. ત્યારે સેક્ટરના સિનિયર સિટિઝન દ્વારા પણ સ્વૈચ્છિક આ કામગીરીમાં સહકાર આપીને લોકજાગૃતિ લાવી નાગરિકોને કોરોનાની રસી લેવા માટે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે. અહીંના અર્બન હેલ્થ આ સેન્ટરમાં દરરોજ 200 જેટલા નાગરિકોને વિનામૂલ્યે કોરોનાની રસી આપવામાં આવે છે.

અર્બન હેલ્થ સેન્ટરના કોરોના વોરિયર્સ તરીકે ડો. ઋત્વિજ આચાર્ય તથા સ્ટાફના કર્મચારીઓ દ્વારા સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધી દરરોજ નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ત્યારે સેક્ટરના સિનિયર સિટીઝન પણ કોરોના રસી કરણના કાર્યક્રમમાં સ્વૈચ્છિક રીતે જોડાઈ ગયા છે. મેડિકલ સ્ટાફની સાથે સિનિયર સીટીઝન પણ અર્બન હેલ્થ સેન્ટર ખાતે હાજર રહી રસી લેવા માટે આવતા નાગરિકોને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે.

સેન્ટરમાં દરરોજ 200 જેટલા નાગરિકોને વિનામૂલ્યે કોરોનાની રસી આપવામાં આવે છે
સેન્ટરમાં દરરોજ 200 જેટલા નાગરિકોને વિનામૂલ્યે કોરોનાની રસી આપવામાં આવે છે

રસી લેવા માટે મોટી સંખ્યામાં નાગરિકો આવતા હોય અહીં તેમના બેસવા માટે મંડપની તેમજ ખુરશીઓની સુવિધા પણ ઉભી કરાઈ છે. આ ઉપરાંત તમામ નાગરિકોને ટોકન નંબર આપીને કોરાના ગાઇડલાઇન પ્રમાણે જ રસી આપવામાં આવે છે. આ અંગે હેલ્થ સેન્ટરના ડોક્ટર ઋત્વિજ આચાર્યએ જણાવ્યું હતું કે, અહીંના સેન્ટર ખાતે દરરોજ 200 જેટલા નાગરિકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે તેમજ અહીં આવતા તમામ લોકો માટે માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરાવવામાં પણ આવે છે.

વેક્સિન લીધા બાદ કેટલાક નાગરિકો ઠંડી લાગવી ,તાવ આવવો ,માથાનો દુખાવો થવો વગેરે સામાન્ય લક્ષણોની ફરિયાદ કરતા હોય છે જે સામાન્ય બાબત છે. અત્યાર સુધીમાં એટલે કે દસ દિવસના ગાળા દરમિયાન દરરોજ 200 જેટલા નાગરિકોને કોરોના ની રસી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here