રાજ્યસભાની ચૂંટણી બાદ ગુજરાતને નવા રાજ્યપાલ મળી શકે છે. રાજ્યપાલ ઓ.પી.કોહલીનો કાર્યકાળ જૂલાઇના અંતમાં પૂર્ણ થઇ રહ્યો છે. જેને ગુજરાતને નવા રાજ્યપાલ મળી શકે છે. આ ઉપરાંત અન્ય 12 રાજ્યોને પણ નવા રાજ્યપાલ મળી શકે છે.
જૂલાઇ અને ઓગસ્ટના અંતમા કૂલ 7 રાજ્યના રાજ્યપાલનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે. ગુજરાત, પં-બંગાળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલનો કાર્યકાળ પૂર્ણ થતા હવે નવા રાજ્યપાલ કોણ હશે તેને લઇ ચર્ચા શરૂ થઇ ગઇ છે.
ત્યારે નવા રાજ્યપાલ તરીકે કલરાજ મિશ્રા, સુમિત્રા મહાજન, ભગતસિંહ કોશયારીનું નામ ચર્ચામાં છે. ઉપરાંત કરિયા મુંડા, વિજય ચક્રવતી, બંડારૂ દત્તાત્રેયનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. સાથે જ શિવસેના, જેડીયૂ અને અકાળી દળના નેતાઓને રાજ્યપાલનું પદ મળે તેવી શક્યતા છે.