ગાંધીનગર : ખેતરમાંથી નીકળવા બાબતે વૃદ્ધા અને તેમના બે પુત્રોને ઢોર માર મારવામાં આવ્યા

0
0

ગાંધીનગરના દશેલા ગામમાં રહેતા વૃદ્ધા અને તેમનાં બે પુત્રોને ખેતર માંથી નીકળવા જેવી સામાન્ય બાબતે ચાર કુટુંબીજનોએ એકસંપ થઇ લાકડી અને ગડદાપાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી જતાં ચીલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર ગાંધીનગરના દશેલા ગામે રહેતા 53 વર્ષીય મંગીબેન બાબુભાઈ ચૌધરી (પટેલ) પોતાના બે દીકરા ઉર્વીક અને ચેતન સાથે ખેતીકામ કરીને ગુજરાન ચલાવે છે. ગઈકાલે ત્રણેય મા – દીકરા ખેતરમાં હાજર હતા તે વખતે વૃદ્ધ મંગીબેનના જેઠના દિકરા દિલીપ ભાઈ વેલજી ભાઈ ચૌધરી દશરથ ભાઈ વેલજી ભાઈ ચૌધરી જેઠાણી ગંગાબેન વેલજીભાઈ ચૌધરી તથા ભત્રીજા દિલીપભાઈની પત્ની મોનિકા તેમનાં ખેતરમાં થઈને પોતાના ખેતરમાં ખેતરમાં જઈ રહ્યા હતા.

આથી મંગીબેનએ પોતાના ખેતરમાંથી જવાની ના પાડતા ઉપરોક્ત ચારેય કુટુંબીજનો એકદમ ઉશ્કેરાઇ જઈ ગાળાગાળી કરવા લાગ્યા હતા. ત્યારે તેઓને ગાળો બોલવાની નાં પાડતા ભત્રીજા દિલીપે તેના હાથમાં રહેલી લાકડી વડે ઉર્વીક પર હુમલો કર્યો હતો. જેને છોડાવવા જતા દશરથભાઇ પણ તેને ગડદાપાટુનો માર માર્યો હતો.

બંને પુત્રોને વધુ મારમાંથી છોડાવવા મંગીબેન વચ્ચે પડતાં જેઠાણી ગંગાબેન તથા દિલીપની પત્ની મોનિકાએ તેમને પણ પકડી રાખીને ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. આ દરમિયાન મંગીબેનના કાનની સોનાની બુટ્ટી તથા કંઠી ક્યાંક પડી ગઈ હતી. બાદમાં ત્રણેય માં – દીકરાએ બૂમાબૂમ કરી મુકતા આસપાસના ખેડૂત દોડી આવી તેઓને વધુ માર માંથી છોડાવ્યા હતા. ત્યારે ઉક્ત કુટુંબીજનો આજે તો બચી ગયા એકલદોકલ રસ્તામાં મળશો તો મારી નાખું છું તેવી ધમકી આપીને નાસી ગયા હતા. બાદમાં પ્રાથમિક સારવાર મેળવ્યા પછી મંગીબેન એ ફરિયાદ નોંધાવતા ચિલોડા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here