ગાંધીનગર (બર્ડ ફ્લૂ) : ઘ -0 સર્કલ પાસે છેલ્લા 20 દિવસમાં 24 મરઘાના મૃતદેહ મળી આવ્યા

0
9

બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે ગાંધીનગરના ઘ -0 પાસે આવેલા જંગલ વિસ્તારની ઝાડીઓમાં 24 મરઘાં શંકાસ્પદ રીતે છેલ્લાં 20 દિવસના સમય ગાળામાં મૃત પામ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઝાડી વિસ્તારમાં 24 મરઘાઓ તબક્કાવાર એક પછી એક ટપોટપ મરી જતા ઝુંપડપટ્ટીના લોકોએ 20 મૃત મરઘાં જમીનમાં દાટી દીધા છે. છેલ્લા બે દિવસના સમયગાળામાં તબક્કાવાર 24 મરઘાં શંકાસ્પદ રીતે મૃત્યુ પામ્યા હોવાનું પ્રકાશમાં આવતા આ વિસ્તારના વસાહતીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

રાજ્યમાં કોરોનાને સરકાર ધીરે ધીરે ડામી રહી છે ત્યાં વળી બર્ડફ્લૂના કારણે ફફડાટ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના ઉર્જા રેંજ કોબા આયુર્વેદિક બીટનાં કાર્ય વિસ્તારમાં આવેલા જંગલ વિસ્તારની ઝાડીઓમાં ચાર તંદુરસ્ત મરઘા મૃત હાલતમાં જોવા મળ્યા હતા. આ મરઘાં જંગલ વિસ્તારમાં રહેતાં ઝુપડાવાળા આશાબેન પટણીના હોવાનું ધ્યાને આવ્યું છે.

કૂતરાંઓ મૃત પડી રહેલાં મરઘાની આસપાસ પણ ફરતા નથી

પ્રાથમિક પૂછપરછમાં આશાબેન તરફથી જાણવા મળ્યું કે, તેઓ છેલ્લા ઘણા સમયથી અહીં મરઘા ઉછેરી રહ્યાં છે. છેલ્લા 20 દિવસના આ સમયગાળા દરમિયાન તેમના 24 જેટલા મરઘાં એક પછી એક મરી ગયા છે, પરંતુ બર્ડ ફ્લૂની અજ્ઞાનતાના કારણે તેઓએ અત્યાર સુધી સબંધિત તંત્રને જાણ કરી નથી. ઝાડી વિસ્તારમાં એક પછી એક મરઘા દાટી દીધાં છે. આ મરઘા જ્યાં મૃત હાલતમાં પડ્યા છે તેનાથી થોડેક દૂર મટન ચિકનની હાટડી ચાલી રહી છે. જેનાં કારણે કૂતરાઓ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં ફરતા રહે છે પરંતુ કૂતરાંઓ મૃત પડી રહેલાં મરઘાની આસપાસ પણ ફરતા નથી જે બાબત શંકાસ્પદ લાગી રહી છે.

આ બનાવની જાણ થતાં વોર્ડ નંબર 8 સેનેટરી ઇન્સ્પેક્ટર યોગેશગીરી ગોસ્વામી તેમજ ફોરેસ્ટર પિનાકીન ગોસ્વામી તેમજ ઉર્જા રેંજનાં બીટના વન રક્ષક તેમજ ચોકીદાર અભેસિંહ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમના દ્વારા આસપાસનાં વિસ્તારમાં દાટી દીધેલા મૃત મરઘાં વિશે આશા બેનની પ્રાથમીક પૂછપરછ કરાઇ હતી.

નોનવેજ અને ઈંડાની લારીઓમાં સઘન ચેકીંગ
આ અંગે સેનેટરી ઈન્સ્પેક્ટર યોગેશગીરી ગોસ્વામી એ જણાવ્યું હતું કે, બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે તાજેતરમાં ઘ-1 થી ઘ- 0, ઈન્ફોસિટી વિસ્તાર, રિલાયન્સ ચાર રસ્તા સહિતનાં વિસ્તારોમાં ચાલતી નોનવેજની લારીઓ, ઈંડાની લારીઓ તેમજ હોટલોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે અને બિમાર મરઘાં મળી આવે કે કોઈ શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામે તો તાત્કાલિક જાણ કરવા માટે નોટીસો પણ ફટકારવામાં આવી છે.

ગાંધીનગરના પશુપાલન તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરીમાં કરવામાં આવી રહી છે. જ્યારે સ્થળ પર દોડી આવેલ સેક્ટર-3 વસાહત પ્રમુખ જયેશ આગજાએ જણાવ્યું હતું કે, 24 મરઘાના શંકાસ્પદ રીતે મોત થયા છે તે બાબત ગાંધીનગરમાં વાસીઓ માટે ઘણી ગંભીર છે. હાલમાં જ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી કલ્પેશ ગોસ્વામીને અમૃત મરઘા અંગે વાકેફ આવ્યા છે. તેઓએ તાત્કાલિક પોતાની ટીમ મોકલી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here