ગાંધીનગર : દહેગામ નગરપાલિકામાં ફરી ભાજપે સત્તા કબજે કરી : પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

0
36

 

દહેગામ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો.
પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપના ચૂંટાતા સૌ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ.
દહેગામ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શહેરના ભાજપના પ્રમુખ અને કોર્પોરેટરોમાં ભારે ખુશી વ્યાપી જવા પામી.

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિક માં આજે ગાંધીનગર જિલ્લા પ્રાંત ચૂંટણી અધિકારી જે.એમ. પૂરણિયાના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈ હતી. તેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર રહેવા પામ્યા હતા. નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ તેમાં ભાજપના 23 સદસ્ય અને કોંગ્રેસના 5 સદસ્યો હોવાથી ભાજપની જંગી બહુમતી હોવાથી પ્રમુખ તરીકે પીનાબેન મનીષભાઈ શાહ અને ઉપપ્રમુખ તરીકે નિકુલભાઇ આર. બારોટ તેમજ કારોબારી ચેરમેન તરીકે શશીકાંત જી. અમીન ની પ્રસંશનીય કામગીરી હોવાથી પાર્ટીએ તેમને ટીકીટ આપતા જંગી બહુમતીથી તેમનો વિજય થવા પામ્યો છે.

 

શાસક પક્ષના નેતા તરીકે રાજુભાઈ પટેલ તેમજ દંડક તરીકે ગીતાબેન દિપસિંહ રાઠોડ ની નિમણૂક કરવામાં આવી હતી.  ભાજપની બહુમતી હોવાથી પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપના બનતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બિમલભાઈ અમીન , શહેર ભાજપ પ્રમુખ અમરીશભાઈ બ્રહ્મભટ્ટ, મહામંત્રી યોગેન્દ્ર શર્મા અને અન્ય હોદ્દેદારો તેમજ ભાજપના સાથી સદસ્યો તેમજ કાર્યકર્તાઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.

 

આજે દહેગામ શહેરમાં નગરપાલિકામાં ભાજપનો ભગવો ફરી લહેરાતા સમગ્ર કાર્યકર્તાઓમાં ભારે ખુશીનો માહોલ છવાયો હતો. અને ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ ને ફૂલહાર પહેરાવીને સૌ કાર્યકર્તાઓ એ ભારે ખુશીમાં આવી જઈને ફટાકડા ફોડીને આ વિજય મહોત્સવને મનાવવામાં આવ્યો હતો. શાહ પરિવારના 60 વર્ષ પછી પ્રમુખ બનતા આ પરિવારમાં  ભારે ખુશી છવાઈ જવા પામી હતી.

 

રિપોર્ટર :  અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી, દહેગામ, ગાંધીનગર 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here