ગાંધીનગર : સુત્રાપાડા તાલુકા પંચાયતમાં ભાજપની 1 મતે જીત

0
11

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શું મહત્વ હોય છે તે જોવા મળે છે. સુત્રાપાડા તાલુકા પંચાયતમાં ભાજપની 1 મતે જીત થઇ છે. સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવાર માત્ર એક મતે જીત્યા હતા.

ઓછા મતે જીતેલી બેઠક

વિરમગામની થામ્ભા થોરી બેઠક પર ભાજપના ઉમેદવાર વિજય ચંદ્રાબેન કોળી પટેલનો 6 મતે વિજય થયો હતો.

અમરેલીની ધારીની ભાડેલ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો 2 મતે વિજય

બેડલા જીલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર સવિતાબેન ભરતભાઇ ગોહેલ 8 મતે વિજેતા થયા હતા

મોરબીની આમરણ બેઠક પર બન્ને ઉમેદવારને સરખા મત મળ્યા હતા. જે બાદ ચિઠ્ઠી ઉછાળવામાં આવતા ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો.

અસલાલીમાં દેરાનીનો વિજય

દસક્રોઇ તાલુકા પંચાયતની અસલાલી બેઠક પર દેરાની ભાજપ તરફથી લડતા રમિલા બેનનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસ તરફથી લડતા જેઠાણીએ હારનો સામનો કરવો પડ્યો હતો.

નગરપાલિકામાં ભાજપ 185 બેઠક પર આગળ છે જ્યારે કોંગ્રેસ 18 બેઠક પર આગળ છે. જિલ્લા પંચાયતમાં ભાજપ 78 બેઠક પર જ્યારે કોંગ્રેસ 15 બેઠક પર આગળ છે. તાલુકા પંચાયતમાં ભાજપ 192 અને કોંગ્રેસ 38 બેઠક પર આગળ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here