Monday, October 18, 2021
Homeગાંધીનગર : દહેગામ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો
Array

ગાંધીનગર : દહેગામ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ભાજપે બહુમતીના સોપાન સર કર્યા હતા અને તાલુકા પંચાયતમાં 10 વર્ષ બાદ ભાજપે બહુમતી મેળવી. દહેગામ તાલુકા પંચાયતમા ભાજપનો ભગવો લહેરાયો છે. આજના પ્રસંગે દહેગામ તાલુકા પંચાયતમાં ભાજપનો જવલંત વિજય હોવાથી કાર્યકર્તાઓ ખૂબ જ ગેલમાં આવી ગયા હતા.

નિરૂપા ગઢવી પુરવઠા ચૂંટણી અધિકારી ગાંધીનગર

પ્રથમ તો આજે દહેગામ તાલુકા પંચાયત હોલમાં પ્રથમ સામાન્ય સભા યોજાઈ તેમાં જિલ્લા પૂર્વ ચૂંટણી અધિકારી નિરૂપા ગઢવીના અધ્યક્ષ સ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખની આ ચૂંટણી યોજાઈ હતી.એમાં દહેગામ પી.આઈ જયદીપસિંહ રાઠોડ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ચૂંટણી ચાલુ થતાં ચૂંટણી અધિકારીએ બંને પક્ષના ઉમેદવારોને હાથ ઊંચા કરીને કોની વધુ બહુમતી છે તેની માહિતી લઈને ભાજપના 16 અને કોંગ્રેસના 12 સદસ્ય હાજર રહેવા પામ્યા હતા.

તેમાં ભાજપની બહુમતિ થતાં પ્રમુખ તરીકે દહેગામ તાલુકાના સોપા સીટ ઉપરથી વિજેતા બનેલા મૂળ પાલૈયા ગામના વતની સ્નેહાબેન કેતનભાઈ પટેલ અને કેતનભાઇ ગઇ ટર્મમાં પણ તાલુકા સદસ્ય તરીકે ચૂંટાયા હતા. આ વર્ષે પ્રજાના સહકારથી ફરી પણ તેઓને સારી કામગીરીથી સોપા ઉપર પક્ષ તેમની સારી વફાદારીથી તેમના ધર્મ પત્નીની ટીકીટ આપતા આજે જવલંત વિજય સાથે તેઓ પ્રમુખનો કાંટારો તાજ સો તેમના સાથી સદસ્યોના સહકારથી પહેરી લીધો હતો.

ઉપ પ્રમુખ તરીકે ધારીસણા બેઠકના વિજેતા ઉમેદવાર કલ્યાણસિંહ નાથાજી ઠાકોર મૂળ વર્ધાના મુવાડાના રહેવાશી છે. આમ પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપના જ ચૂંટાતા ભાજપના અગ્રણીઓ અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પ્રમુખ અને ઉપપ્રમુખને સાથી સદસ્યોએ ભેગા મળીને તેમજ કાર્યકર્તાઓને ફુલહાર પહેરાવીને બહુમાન કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તાલુકા પંચાયત કચેરી બહાર મોટી સંખ્યામાં તેમના સમર્થકોએ ટેટા ફોડીને આ વિજય મહોત્સવને વધાવવામાં આવ્યો હતો.

તાલુકા વિકાસ અધિકારી મદદનીશ, તાલુકા વિકાસ અધિકારી ધારાસભ્યશ્રી બલરાજસિહ ચૌહાણ, એપીએમસીના ચેરમેન સુમેરુભાઈ અમીન, તાલુકા પ્રમુખ કનુભાઈ પટેલ અને ભાજપના અગ્રણી આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહીને ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધા હતા.

આ વિજય મહોત્સવની ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભાજપે દસ વર્ષ પછી કબજો કરી લેતા, ભાજપના ચૂંટાયેલા સદસ્યોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યું હતું.

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24newsહરસોલી, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments