ગાંધીનગર : સોશિયલ ડિસ્ટન્સ સાથે 74મા સ્વતંત્રતા દિવસની ઉજવણી, મુખ્યમંત્રીએ ધ્વજ વંદન કર્યું

0
4

ગાંધીનગર. કોરોના કાળમાં દેશ આજે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ છે. સવારે 9 વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે ધ્વજ વંદન કર્યું હતું. આ વર્ષે કોરોના મહામારીને પગલે માત્ર કેટલાક ખાસ લોકોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારે સ્વતંત્રતા દિવસે કોરોના વોરિયર્સનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

 

મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાને સંબોધતા કહ્યું કે, કોરોના મહામારી સામે લડવા માટે જન આંદોલન ચાલી રહ્યું છે જેમાં સ્વતંત્રા આંદોલન જેવી જ સામાનતા છે.ગાંધીનગરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે 74માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી થઈ. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના અન્ય તમામ મહત્ત્વપૂર્ણ મહાનુભાવોએ ઝંડાને સલામી આપી હતી. સાથે જ વિજય રૂપાણીએ રાજ્ય સરકાર અને ભારત સરકારની યોજનાઓના પણ વખાણ કર્યા અને

ગુજરાત સરકારની ઉપલબ્ધીઓની તેમણે પ્રસંશા કરી અને તમામ કલ્યાણકારી યોજનાઓની વિગતવારે ચર્ચા કરી હતી.રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે કોરોનાની મહામારીના કારણે મર્યાદિત સંખ્યામાં ઉજવણી કરવામાં આવી છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત કેટલાક મુખ્ય લોકોને જ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કોરોના સામે લોકોને રક્ષણ આપી રહેલા કોરોના વૉરિયર્સનું મુખ્યમંત્રીના હસ્તે ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. રૂપાણે જણાવ્યું કે, પોતાની પરવાહ કર્યા વગર જે રાજ્યની સેવા કરી રહ્યા છે. તેઓ ફ્રન્ટલાઇન વૉરિયર્સ મુખ્યમંત્રીએ નમન કરી બિરદાવ્યા હતા.