Tuesday, October 26, 2021
Homeગાંધીનગર સિવિલ ફરી કોવિડ હોસ્પિટલમાં ફેરવાઈ
Array

ગાંધીનગર સિવિલ ફરી કોવિડ હોસ્પિટલમાં ફેરવાઈ

ગાંધીનગર જિલ્લામાં બુધવારે એક જ દિવસમાં કોરોનાના વધુ 50 કેસ નોંધાયા છે. તેમાંથી ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં જ 47 કેસ થયા છે. કોરોનાના 2 દર્દીએ આજે અંતિમ શ્વાસ લધા હતા જ્યારે 29 જણાએ કોરોનાને માત આપી છે. જિલ્લામાં ફરી કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધતાં મનપાની ચૂંટણીના 17 દિવસ બાકી છે ત્યારે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલને ફરીથી કોવિડ હૉસ્પિટલમાં ફેરવી દેવાઈ છે. હૉસ્પિટલના કોવિડ વોર્ડમાં હાલમાં 154 દર્દી સારવાર લઈ રહ્યા છે. કોવિડ હૉસ્પિટલ કરાવા સાથે છઠ્ઠા માળે પણ કોરોના વોર્ડ ઊભો કરાયો છે અને 600 બેડની કૅપેસિટી કરી દેવાઈ છે, જેને પગલે અન્ય બીમારીના દર્દીઓને જૂની બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યા છે. કોરોનાના કેસ વધતાં દોઢેક માસ અગાઉ ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં કોરોનાના માત્ર 6થી 8 દર્દી કોવિડ વોર્ડમાં દાખલ હતા, જેમાં માત્ર એક જ મહિનામાં ઉછાળો આવતાં હાલમાં કોરોના વોર્ડમાં 154 દર્દી સારવાર લઈ રહ્યા છે. વધુમાં કોરોનાના દર્દીઓ માટે ઑક્સિજનની લાઇન નાખવામાં આવી છે. ઉપરાંત ઑક્સિજનની માંગ વધે તો પહોંચી વળવા માટે નવી ફિટ કરેલી ટેન્કને પણ કાર્યાન્વિત કરી દેવાઈ છે.

સિવિલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હૉસ્પિટલમાં વેન્ટીલેટર અને બાયપેપના બેડની કૅપેસિટી 40ની કરી દેવાઈ છે. ઉપરાંત કેસ વધશે તો 100 સુધી બેડ વધારાશે તેમ સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે. સિવિલને કોવિડ હૉસ્પિટલ જાહેર કરાતાં ઓર્થોપેડિક, ગાયનેક, સર્જરીવાળા, ઇએનટી, આંખ સહિતની બીમારીના 125 જેટલા દર્દીઓને ખસેડવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું છે.

માત્ર ત્રણેક માસ જ અન્ય ઓપરેશન શરૂ કર્યા હતા :

કોરોનાના કેસ જાન્યુઆરી-2021 માસ પછી ઘટી જતા કોરોનાના કેસનો આંકડો સિંગલ ડિઝીટમાં થઇ ગયો હતો. આથી અન્ય વોર્ડને પણ શરૂ કરવાનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સંચાલકોએ કામગીરી શરૂ કરી હતી. જેને પરિણામે સર્જરી, ડેન્ટલ, આંખ, ગાયનેક, ઓર્થોપેડિક સહિતના વોર્ડ શરૂ કરવાની સાથે સાથે ઓપરેશન પણ શરૂ કર્યા હતા. જોકે અંદાજે ત્રણેક માસ સુધી અન્ય બિમારીના ઓપરેશન કર્યા બાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલને પુન: કોવિડ હોસ્પિટલ જાહેર કરવાની ફરજ પડી છે.

જિલ્લામાં 106 દિવસ પછી 50 કેસ નોંધાયા

મનપા વિસ્તારમાંથી નવા 25 કેસમાં સેક્ટર-7ના 70 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-4માંથી 26 વર્ષીય યુવતી, 59 વર્ષીય ગૃહિણી, સેક્ટર-22માંથી 35 વર્ષીય મહિલા ડીવાયએસઓ, 52 વર્ષીય આધેડ, 75 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-12ના 55 વર્ષીય વેપારી, સેક્ટર-28ના 61 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-2માંથી 64 વર્ષીય વૃદ્ધ, 57 વર્ષીય ગૃહિણી, 55 વર્ષીય ગૃહિણી, સેક્ટર-27માંથી 24 વર્ષીય અને 35 વર્ષીય યુવાનો, સેક્ટર-26માંથી 55 વર્ષીય આધેડ, 71 વર્ષીય ગૃહિણી, 25 વર્ષીય યુવતી, સેક્ટર-6ની 55 વર્ષીય ગૃહિણી, સેક્ટર-24ના 52 વર્ષીય આધેડ, સેક્ટર-16નો 31 વર્ષીય યુવાન, સેક્ટર-25ના 66 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-8ના 41 વર્ષીય વેપારી, સેક્ટર-30માંથી 84 વર્ષીય વૃદ્ધ, 50 વર્ષીય આધેડ, સેક્ટર-3-એ ન્યુની 66 વર્ષીય ગૃહિણી, સેક્ટર-21ના 62 વર્ષીય વૃદ્ધ કોરોનામાં સપડાયા છે. સંક્રમિતો 84 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે.

ગાંધીનગરમાંથી 24 અને કલોલમાંથી 1 કેસ

ગાંધીનગર તાલુકામાંથી નવા 24 કેસમાં વાવોલમાંથી 56 વર્ષીય આધેડ, 45 વર્ષીય અને 42 વર્ષીય ગૃહિણીઓ, 31 વર્ષીય યુવાન, છાલામાંથી 24 વર્ષીય વિદ્યાર્થી, 45 વર્ષીય યુવાન, કોલવડાની 38 વર્ષીય યુવતી, રાંધેજાની 23 વર્ષીય યુવતી, કુડાસણમાંથી 45 વર્ષીય યુવાન, 50 વર્ષીય વેપારી, 28 વર્ષીય ગૃહિણી, 58 વર્ષીય મહિલા, 15 વર્ષીય વિદ્યાર્થી, 34 વર્ષીય યુવતી, 54 વર્ષીય ગૃહિણી, રાંદેસણમાંથી 20 વર્ષીય અને 16 વર્ષીય વિદ્યાર્થીઓ, રાયસણમાંથી 21 વર્ષીય વિદ્યાર્થી, 25 વર્ષીય વિદ્યાર્થીની, પેથાપુરમાંથી 55 વર્ષીય અને 70 વર્ષીય ગૃહિણીઓ, સરગાસણમાંથી 31 વર્ષીય યુવાન, 27 વર્ષીય અને 48 વર્ષીય ગૃહિણી કોરોનામાં સપડાઇ છે. જ્યારે કલોલ તાલુકાના સઇજનો 34 વર્ષીય યુવાન કોરોનાગ્રસ્ત થયો છે.

કોરોનાના 26 દર્દીઓ વેન્ટીલેટર અને ઓક્સિજન ઉપર

કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી કુલ 26 દર્દીઓને વેન્ટીલેટર અને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા છે. તેમાં 3 દર્દીઓ વેન્ટીલેટર ઉપર તથા 23 દર્દીઓ ઓક્સિજન ઉપર સારવાર લઇ રહ્યા છે. જ્યારે બાયપેપ ઉપર એકપણ દર્દી સારવાર લઇ રહ્યો નથી. કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલોને મંજુરી આપવામાં આવી છે. આથી જિલ્લાની સરકારી તેમજ ખાનગી સહિત કુલ 16 હોસ્પિટલો ઉપરાંત બે સીસીસી સેન્ટરોમાંથી કોરોનાના દર્દીઓની સારવાર માટે કુલ 1316 બેડની ક્ષમતા સામે બુધવાર સુધીમાં કુલ 368 દર્દીઓ ભરાયા હતા. આથી હજુ 27 ટકા જ બેડ દર્દીઓથી ભરાયા છે. ​​​​​

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments