Saturday, September 18, 2021
Homeગાંધીનગર : 350થી વધુ સ્કૂલોમાં ધો.9 થી 11ના ઓફલાઇન વર્ગોનો પ્રારંભ
Array

ગાંધીનગર : 350થી વધુ સ્કૂલોમાં ધો.9 થી 11ના ઓફલાઇન વર્ગોનો પ્રારંભ

બીજી લહેર લગભગ પુર્ણ થઇ ગઇ છે ત્યારે ધીમે ધીમે સ્કૂલમાં વિવિધ ધોરણના વર્ગોનો ક્વોરેન્ટાઇન પીરીયડ પુર્ણ થઇ રહ્યો છે. અગાઉ ધો.૧૨ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન વર્ગો કર્યા બાદ આવતીકાલથી ધો.૯થી ૧૧ની સ્કૂલ માટે ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવનાર છે. જે માટે અગાઉ સરકારે જાહેર કરેલી એસઓપી મુજબ ૫૦ ટકા વિદ્યાર્થીઓને જ સ્કૂલમાં બોલાવવામાં આવશે. તેમાં પણ જે વિદ્યાર્થીના વાલીએ સંમતિ આપી હોય તે વિદ્યાર્થીને જ સ્કૂલમાં પ્રવેશ આપવા માટે શિક્ષણ વિભાગે સ્કૂલ સંચાલકોને આદેશ કર્યો છે.

કોરોનાની સાઇડ ઇફેક્ટ તમામ ક્ષેત્રે પડી છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે કોરોનાને કારણે ખુબ જ નુકસાન થયું છે. આર્થિક રીતે તો સ્કૂલને ફીમાં ઓછા વત્તા પ્રમાણમાં નુકસાન પડયું જ છે પરંતુ બાળકોના ભવિષ્ય સામે ખતરો ઉભો થઇ રહ્યો છે. બોર્ડમાં પણ માસ પ્રમોશન આપીને ધો.૧૦ તથા ધો.૧૨ના વિદ્યાર્થીઓને ખોબલેને ખોબલે માર્ક્સ આપી દેવામાં આવ્યા છે. ત્યારે કોરોનામાં સાવચેતી સાથે શિક્ષણકાર્ય શરૂ રહે તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં ફેરફાર કરવામાં આવે છે. ઓનલાઇન એજ્યુકેશન એક બાજુ કાર્યરત છે જ ત્યારે બીજી બાજુ તબક્કાવાર વિવિધ ધોરણના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવી રહ્ય છે. સમગ્ર ગુજરાતની સાથે ગાંધીનગરમાં ધો.૧૨ના વિદ્યાર્થીઓને હાલ ઓફલાઇન અને ઓનલાઇન ભણાવવામાં આવી રહ્યા છે. તેવી સ્થિતિમાં આવતીકાલથી ધો.૯થી ૧૧ના ઓફલાઇન વર્ગો પણ શરૂ કરવામાં આવનાર છે. આ માટે શિક્ષણ વિભાગે એસઓપી પણ અગાઉ જાહેર કરી હતી. આ એસઓપી પ્રમાણે, સ્કૂલ દ્વારા ૫૦ ટકા કેપેસીટી સાથે જ સ્કૂલો ખોલવામાં આવશે.

એટલુ જ નહીં, વિદ્યાર્થીઓના વાલી પાસેથી સંમતિ મેળવીને જ જે તે વિદ્યાર્થીને સ્કૂલમાં પ્રવેશ આપવા અંગે પણ શિક્ષણ વિભાગે સ્કૂલ સંચાલકોને સુચના આપી છે. આ સાથે સ્કૂલમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન થાય અને દરેક વિદ્યાર્થી માસ્ક સાથે સ્કૂલમાં આવે તેની જવાબદારી પણ સ્કૂલને સોંપવામાં આવી છે સ્કૂલમાં પણ ફરજ બજાવતા શિક્ષકો તથા સ્ટાફને વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલો હોવો ફરજીયાત છે.ગાંધીનગર શહેર અને જિલ્લામાં કુલ ૩૫૦થી વધુ માધ્યમિક સ્કૂલના દ્વાર આવતીકાલથી ખુલશે. જો કે પ્રથમ દિવસે વાલીની સમંતિ માટે વિદ્યાર્થીઓને કહેવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments