Tuesday, September 21, 2021
Homeગાંધીનગર : પૂર્વ ક્લાસ વન અધિકારીની કેફિયત, ટ્રેન ચાલુ કરાવવા મેં સરકારને...
Array

ગાંધીનગર : પૂર્વ ક્લાસ વન અધિકારીની કેફિયત, ટ્રેન ચાલુ કરાવવા મેં સરકારને 8500 પત્રો લખ્યા હતા

પાટનગરમાં સમગ્ર રાજ્યમાંથી આવેલા લોકોને ટ્રેનનો લાભ મળે તે માટે પૂર્વ ક્લાસ વન અધિકારી અને ગાંધીનગર શહેર વસાહત મહામંડળના પ્રમુખ અરુણ બૂચે ઘણી મહેનત કરી છે. મહામંડળે આ માટે 8500 જેટલા પત્રો પણ લખ્યા હતા. શુક્રવારે રેલવે સ્ટેશન ખાતેની લીલા હોટેલનું લોકાર્પણ કરાયું છે ત્યારે તેમણે ગાંધીનગરમાં રેલવેનો ભૂતકાળ વાગોળ્યો હતો.

ટ્રેનની સુવિધા માટે સરકારને 8500 પત્રો લખ્યા
ગાંધીનગરમાં ફેબ્રુઆરી, 1976માં જીઈબીનું પાવર સ્ટેશન શરૂ થયું હતું અને પાવર સ્ટેશન માટે કોલસા લાવવા સૌપ્રથમ ટ્રેન શરૂ થઈ હતી. ત્યાર પછી 16 માર્ચ, 1979એ અમદાવાદ-ગાંધીનગર-અમદાવાદની પહેલી પેસેન્જર ટ્રેન શરૂ થઈ હતી. એ સમયે રેલવે સ્ટેશન પર ટિકિટનાં ફોર્મ પણ નહોતાં મળતાં. એટલે હું ફોર્મની ફોટોકૉપી કરાવીને લોકોને આપતો હતો. રાજ્યનું પાટનગર હોવાથી ગાંધીનગરમાં આખા રાજ્યમાંથી લોકો નોકરી માટે અહીં આવે છે. એટલે આ લોકોને ટ્રેનની સુવિધા મળે તે માટે મેં 8500 જેટલા પત્રો લખ્યા છે.

લોકોને ઇતિહાસ જણાવવો જોઈએ
નવા રેલવે સ્ટેશન સાથે ગાંધીનગરને 2 નવી ટ્રેન પણ મળી છે, તે સારી બાબત છે પરંતુ ગાંધીનગરથી માત્ર 6 કિલોમીટર દૂર ખોડિયાર રેલવે સ્ટેશને 46 જેટલી ટ્રેનનું સ્ટોપેજ છે. આ ટ્રેન ગાંધીનગર સુધી લંબાવવામાં આવે તો લોકોને લાભ થાય. અમદાવાદ-મહેસાણા, અમદાવાદ-પાટણ, અમદાવાદ-આબુરોડ મેમુ ટ્રેન ગાંધીનગર થઈને જાય તેની માગણી છે. ગાંધીનગર રેલવે સ્ટેશન અને ટ્રેનનો અત્યાર સુધીનો ઇતિહાસ અત્યારની પેઢી પણ જાણી શકે તે માટે તે સમયના ફોટો સાથેનો ઇતિહાસ રેલવે સ્ટેશન પર મુકાવો જોઈએ.’ (આશિષ મકવાણા સાથે થયેલી વાતચીતના આધારે.)

2002માં રેલવે સ્ટેશનનું 51.24 કરોડના ખર્ચે નવીનીકરણ થયું હતું
ગાંધીનગરમાં 1972માં રેલવે લાઈન નાખવાની શરૂઆત થઈ તે પહેલાં જ અરુણ બૂચે પત્રો અને મુલાકાતોના માધ્યમથી રજૂઆત કરી હતી. 1 જુલાઈ, 2001થી શાંતિ એક્સપ્રેસ ઇન્દોર ટ્રેનની શરૂઆત થઈ હતી. 11 ઑક્ટોબર, 2002એ રૂ. 51.24 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનનું નવીનીકરણ થયું હતું. 18 ફેબ્રુઆરી, 2008એ દિલ્હી મેલનું આગમન થયું હતું. 1 જુલાઈ, 2008થી ગાંધીનગર-વડોદરા મેમુ ટ્રેન શરૂ કરાઈ અને એ જ દિવસે ગરીબ રથ શરૂ થતાં ગાંધીનગરને મુંબઈ સાથે જોડાણ મળ્યું હતું.

નવા સ્ટેશનમાં પોલીસ સ્ટેશન જરૂરી
તેમણે કહ્યું હતું કે આ ઉદ્દઘાટનમાં અમારી બાદબાકી કરાઈ છે પરંતુ અમે નવું સ્ટેશન અને ટ્રેનને આવકારીએ છીએ. ગાંધીનગર રેવલે સ્ટેશન અને ફાઈવસ્ટાર હોટેલ આવતા નાગરિકો સાથે વીઆઈપી મહેમાનોની અવરજવર વધશે. ત્યારે નવા રેલવે સ્ટેશનમાં પોલીસ સ્ટેશન બનાવવું જરૂરી છે. જેથી મુસાફરોને સુરક્ષા જળવાઈ રહે તે કોઈ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવી શકાય તેમ ક્રાયવાહી કરી શકાય .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments