Wednesday, September 22, 2021
Homeગાંધીનગર : સિવિલમાં 350 દર્દી ઓક્સિજન પર અઠવાડિયામાં 3 ગણો વપરાશ વધ્યો
Array

ગાંધીનગર : સિવિલમાં 350 દર્દી ઓક્સિજન પર અઠવાડિયામાં 3 ગણો વપરાશ વધ્યો

કોરોનાના વધતા જતા કેસને પગલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના 500 બેડ હાઉસફુલ થઇ ગયા છે. આથી સિવિલના કોવિડ વોર્ડમાં 350 જેટલા દર્દીઓ ઓક્સિજન પર હોવાથી માત્ર 1 સપ્તાહમાં જ ઓક્સિજનનો વપરાશ 3 ગણો વધી ગયો છે.

હાલમાં 24 કલાકમાં ઓક્સિજનનો વપરાશ અંદાજે 16થી 17 હજાર ક્યુબિક મીટરનો થયો છે. તેમજ વપરાશ વધતાં હાલમાં 10 હજાર લીટરની ઓક્સિજન ટેન્કર હોવા છતાં 24 કલાકમાં 2 વખત ટેન્કર મંગાવવા પડે છે. સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો વધી રહ્યો છે. જેથી તંત્ર દ્વારા ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોવિડ બેડ વધારી દેવાયા છે. સિવિલમાં હાલમાં 500 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તેમાંથી ઓક્સિજનવાળા 350થી વધુ દર્દી છે.

દોઢ માસમાં ઓક્સિજનનો વપરાશ વધ્યો
ગત ફેબ્રુઆરીમાં સિવિલમાં24 કલાકમાં ઓક્સિજનનો વપરાશ પ્રતિદિન 3થી 5 હજાર ક્યુબિક મીટર થતો હતો. ત્યારબાદ માર્ચના છેલ્લા અને એપ્રિલના પ્રથમ વીકમાં કોરોનાના દર્દીઓ વધતા પ્રતિદિન ઓક્સિજનનો વપરાશ 8થી 9 હજાર ક્યુબિક મીટર હતો. પરંતુ એપ્રિલના બીજા વીકમાં કોરોનાના કેસ વધતા હાલમાં માત્ર 24 કલાકમાં અંદાજે 16થી 17 હજાર ક્યુબિક મીટર ઓક્સિજનનો વપરાશ થાય છે.’

1 ટેન્કર સ્પેરમાં રાખવું પડી રહ્યું છે
હાલમાં મોટાભાગે કોરોનાના દાખલ થતાં દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતી હોવાથી માત્ર 24 કલાકમાં અંદાજે 16થી 17 હજાર ક્યુબિક મીટરનો ઉપયોગ થઈ રહ્યો છે. આથી ઓક્સિજનની 10 હજાર ક્યુબિક મીટરની એક ટેન્કર સ્પેરમાં રાખવી પડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments