ગાંધીનગર : ગત વર્ષ કરતાં કોરોનાની ઝડપ 6 ગણી વધી

0
3

ગુજરાતમાં શુક્રવારે રેકોર્ડ 4541 નવા કેસ નોંધાયા જ્યારે 42 લોકોનાં મોત થયા છે. એકલા અમદાવાદમાં 1300 કેસ આવ્યા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 22 હજારને પાર થઈ ગયો છે. કોરોનાના સંકટને ધ્યાનમાં લઈને ચૂંટણીપંચે ગાંધીનગર મનપાની ચૂંટણી એક મહિના માટે મોકૂફ કરી છે. અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં કહ્યું કે કોરોનાના કેસ વધી રહ્યા છે, લોકો ઘરમાં રહે અને સ્વયંભૂ લૉકડાઉન કરે.

નવો વાયરસ ફેલાવવાની ગતિ 6 ગણી
બીજી તરફ, રાજ્ય સરકારની કોરોના ટાસ્ક ફોર્સના નિષ્ણાત સભ્ય અને ઝાયડસ ગ્રુપ સાથે સંકળાયેલા ડૉક્ટર વી.એન. શાહે કહ્યું કે, દૈનિક કેસ 7 હજારની આસપાસ પહોંચશે પછી જ નવા કેસમાં ઘટાડો થવાની શક્યતા છે. સંક્રમણમાં ફેલાવો ઘટવામાં હજુ 15 દિવસથી 1 મહિના સુધીનો સમય લાગી શકે છે. નવા વાયરસના સંક્રમણના ફેલાવાની ગતિ ગત વર્ષ કરતા ચારથી છ ગણી વધારે છે. સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના કેસ ખૂબ વધી રહ્યાં છે, પરંતુ આ કેસ સતત વધતાં રહેશે અને તેનો પિક આવ્યો છે એવું માની શકાય નહીં. જ્યાં સુધી દેશમાં દૈનિક નોંધાતા કોરોનાના નવા કેસની સંખ્યા 2 લાખ સુધી ન પહોંચે ત્યાં સુધી કેસ વધી શકે છે.

પીક આવતાં પંદર દિવસથી વધુ લાગશે
હાલ ભારતમાં જોઇએ તો દૈનિક સંક્રમણનો આંકડો 1.30 લાખની આસપાસ છે, એટલે હજુ પીક આવતાં લગભગ પંદર દિવસથી એક માસનો સમય લાગી શકે છે. એ પછી કોરોનાના કેસની વૃદ્ધિનો ગ્રાફ સ્થિર થશે અને થોડા સમય આ જળવાયા પછી કોરોનાના કેસમાં ઘટાડો આવી શકે. આથી આ એપ્રિલ અને મે મહિનાના પ્રથમ સપ્તાહ સુધીનો સમયગાળો કટોકટી જેવો રહી શકે છે.

ડૉ. દિલીપ માવળંંકરે કહ્યું – ‘ગુજરાતમાં 4 કરોડનું રસીકરણ જરૂરી, પછી કોરોના કાબૂમાં આવશે’
કોરોના મહામારી પર નિયંત્રણ માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી નિષ્ણાતોની પેનલના સભ્ય ડૉ. દિલીપ માવળંંકરે જણાવ્યું હતું કે સરકારે પોતાની કુલ ક્ષમતાની 80 ટકા પથારી ભરાવાનું શરૂ થાય, તે પહેલાં જ ક્ષમતા બમણી કરવી જોઈતી હતી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના નિયામક માવળંંકર કહ્યું હતું કે રાજ્યમાં 4 કરોડનું રસીકરણ થશે પછી કોરોના કાબુમાં આવશે. { હૃદયરોગ નિષ્ણાત અને પદ્મશ્રી ડો. તેજસ પટેલે જણાવ્યું કે બે હાથ જોડીને વિનંતી છે કે વેક્સિન લો, કોરોના રસીથી જ મોત અટકશે. એક વર્ષથી કોરોના સામે લડી રહ્યા છીએ અને સરકારના સ્ત્રોત પણ ખૂટી ગયાં છેે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here