ગાંધીનગર : પેટ્રોલિંગ કરતા ડભોડા પોલીસે નંબર પ્લેટ વગર ની મારુતિ કાર માંથી દારૂ પકડ્યો

0
62

ગાંધીનગર જિલ્લાના કરાઈ પાસે એક નંબર પ્લેટ વગરની મારૂતી ગાડીનો ડભોડા પોલીસે પીછો કરતા મારૂતીનો ચાલક ગાડી લઈને ભાગવા જતા કપચીમા ગાડી ફસાઈ જતા કાર મુકીને ભાગી ગયો.

ગાંધીનગર જિલ્લાના ડભોડા વિસ્તારમા આવેલી કરાઈ પાસે એક નંબર પ્લેટ વગરની એયુવી કાર આવવાની છે એવી બાતમી ડભોડા પોલીસને મળતા પોલીસને ઘટના સ્થળે વોચ ગોઠવી દેતા અને બાતમી મુજબ આ ગાડી ત્યાથી પસાર થતા પોલીસે તેને હાથ મારતા ચાલકે ગાડી ભગાડી મુકી ત્યારે ડભોડા પોલીસે આ ગાડીનો પીછો કરતા આગળ પડેલી કપચીમા ચાલકે આ ગાડી કાઢવા જતા આ ગાડીના ટાયર કપચીમા ફસાઈ જતા કાર ચાલક પોતાનો જીવ લઈને ગાડી છોડીને ભાગી જવા પામ્યો હતો. પોલીસે આ ગાડીની તપાસ કરતા જુદી જુદી પ્રકરની વિદેશી દારૂની ૫૯૦ નંગ બોટલો મળી આવી હતી. તેની કીમત મારૂતી કાર અને વિદેશી દારૂ સાથે રૂપીયા ૨.૫૦ લાખ થવા પામી છે. પોલીસે આ બાબતે અજાણ્યા ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

  • પોલીસે આ ગાડીનો પીછો કરતા આ ગાડી કપચીના ઢગલામા ટાયર ફસાઈ જતા મારૂતી ગાડી મુકીને ડ્રાઈવર ફરાર
  • પોલીસે આ મારુતી ગાડીની તપાસ કરતા તેમાંથી અલગ અલગ પ્રકારની ઈંગલીશ દારૂની ૫૯૦ બોટલ મળી આવી હતી
  • આમ ડભોડા પોલીસે ઈંગલીશ દારૂ મારૂતી ગાડી સાથેની કીમત રૂપીયા અઢી લાખ થવા પામી છે
  • અને ગાડીનો ચાલક ફરાર થઈ જતા તેની સામે આગળની કાર્યવાહી કરી છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here