દહેગામ : લાખાના મુવાડાના ગામોના ભાવી ભક્તો ૨૫ વર્ષથી રામાપીરનો રથ લઈ પગપાળા જાય છે રણુજા

0
113

દહેગામ તાલુકાના લાખાજીના મુવડાના આજુબાજુના ગામોના ભાવી ભક્તો શ્રાવણ માસમા છેલ્લા ૨૫ વર્ષથી રામાપીરનો રથ અને હાથમા ધજા લઈને પગપાળા સંઘ દ્વારા રણુજા જાય છે

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા આવેલ લાખાજીના મુવાડાના ૫૦ જેટલા યુવાનો શ્રાવણ માસમા છેલ્લા ૨૫ વર્ષથી રામદેવપીર ભગવાન ઉપર અતુટ શ્રદ્ધા રાખીને સૌ ભેગા મળી પગપાળા  સંઘ દ્વારા રામાપીરનો રથ અને ધજા લઈને રણુજા જાય છે. ત્યારે આજુબાજુના ગામો જેવા કે સુજાના મુવાડા, પનાના મુવાડા, જેસાના મુવાડા, જીવરાજના મુવાડાના ગ્રામજનો ભેગા મળી આ સર્વ ભાવી ભક્તોને ગામની ભાગોળ સુધી વાજતે ગાજતે સન્માનીત કરીને તેમની વિદાય કરવામા આવે છે. અને ભગવાન રામાપીર ઉપર આ ભક્તોને સાચી શ્રદ્ધા હોવાથી તેમના સકલ મનોરથ પુરા થતા હોવાથી છેલ્લા ૨૫ વર્ષથી શ્રાવણ માસમા રણુજા જઈને રામાપીરના દર્શન કરીને ૧૫ દીવસે પરત આવે છે. આ ભક્તોને રામાપીર પ્રત્યે પુરે પુરી શ્રદ્ધા હોવાથી તેઓ આ કાર્ય કરે છે.

  • લાખાના મુવાડાના આજુબાજુના ગ્રામજનોજા વાજતે ગાજતે તેમને ગામની ભાગોળ સુધી મુકવા જાય છે
  • ભગવાન રામાપીર પ્રત્યે તેમને અતુટ શ્રદ્ધા હોવાથી આ ૫૦ યુવાનોનો રણુજા જવાનો સંકલ્પ છે
  • રણુજા જતા તેમને ૧૫ દીવસ જેટલો સમય લાગે છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here