દહેગામ : તાલુકા પંચાયત હોલ ખાતે નવા નીમણુક પામેલા ટીડીઓનો સત્કાર સમારંભ

0
162

દહેગામ તાલુકા પંચાયત હોલ ખાતે નવા નીમણુક પામેલા ટીડીઓનો સત્કાર સમારંભ અને બદલીથી  વિદાય થતા ટીડીઓને સન્માનીત કરી તેમનો વિદાય સમારંભ યોજાયો.

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયત હોલ ખાતે નવા નીમણુક પામેલા તાલુકા વિકાસ અધિકારી કુમારી રુબીસિંગ રાજપૂત અગાઉ તેઓ બાયડ તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવી તેમની બદલી દહેગામ તાલુકા પંચાયત ટીડીઓ તરીકે થતા આજે તેમને ફુલહાર અને છાલ ઓઢાડી તાલુકાના સરપંચોએ અને તલાટીઓએ સન્માન કર્યુ હતુ. અને છેલ્લા પાંચ માસથી દહેગામ તાલુકા પંચાયતમા પ્રસંસનીય કામગીરી કરતા તાલુકા વિકાસ અધિકારી કે કે ચૌધરીની બદલી ઈડર ખાતે થતા તેમને તાલુકાના સરપંચો, તલાટીઓએ ફુલહાર પહેરાવી અને સન્માનીત કરી તેમનુ ખુબ જ હ્રદયની ભાવનાથી તેમની વિદાયની પર્વમા ભારે દુખ વ્યક્ત થવા પામ્યુ હતુ. આમ આ પ્રસંગને અનુરૂપ દહેગામના સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ આ બંને તાલુકા વિકાસ અધિકારીઓને સન્માનીત કરવા માટે હાજર રહેવા પામ્યા હતા. અને આ બંનેને ફુલહાર પહેરાવી છાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કર્યુ હતુ.

 

આમ આજના આ કાર્યક્રમમા દહેગામ તાલુકાના સરપંચોના પ્રમુખ એવા સુહાગભાઈ પટેલ પ્રાસંગીક પ્રવચન આપીને વિદાયની વસ્મી વેરાની ધારદાર રજુઆત કરી હતી. અને આ પ્રસંગોપાત દહેગામ તાલુકાના સરપંચો, તલાટીઓ અને સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામા હાજર રહેવા પામ્યા હતા. અને છેલ્લા પાંચ માસથી દહેગામ તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી કે કે ચૌધરીની કામગીરી સૌએ સરાહના કરી હતી. અને તેમની કાર્યશૈલીના વખાણ કરવામા આવ્યા હતા. આમ આજે દહેગામ તાલુકા પંચાયત હોલ ખાતે તલાટીઓ અને સરપંચોને બેસવાની પણ જગ્યા ન હતી તેટલી ખીચોખીચ માનવ મેદની ઉમટી પડી હતી. આજે દહેગામ તાલુકા પંચાયત હોલ ખાતે વિદાય થઈ રહેલા તાલુકા વિકાસ અધિકારીની વિદાય આપવા માટે મોટી સંખ્યામા તાલુકાના સરપંચો ઉમટી પડ્યા હતા.

બાઈટ : કે. કે. ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી

 

 

  • આજે દહેગામ તાલુકા પંચાયત હોલ ખાતે વિદાય થઈ રહેલા તાલુકા વિકાસ અધિકારીની વિદાય આપવા માટે મોટી સંખ્યામા તાલુકાના સરપંચો ઉમટી પડ્યા
  • છેલ્લા પાંચ માસમા તાલુકા પંચાયતના તલાટીઓ અને સરપંચોના દીલ જીતીને પ્રસંસનીય કામગીરી કરતા આવા તાલુકા વિકાસ અધિકારીને સન્માનીત કરવામા આવ્યા
  • આજના પ્રસંગે તાલુકા પંચાયત હોલ ખાતે ટીડીઓની વિદાયમા સરપંચોમા નીરાસા વ્યાપી જવા પામી હતા કારણ કે તેમની કામગીરીની સારી સરાહના થવા પામી હતી

 

રિપોર્ટર  : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here