દહેગામ : ગ્રામ્ય વિસ્તાર અને શહેરમાં રાત્રે લાઈટો બંધ કરી દીવા પ્રગટાવી કોરોના ને ભગાડવાની ભગવાન ને પ્રાર્થના કરાઈ.

0
26
ગાંધીનગર : દહેગામ શહેરમાં રાત્રીના સમયે લોકોએ ઘરની બહાર દીવા પ્રગટાવીને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીને કોરોનો ને ભગાડવાની આરાધના કરવામાં આવી હતી. ઘરના સૌ નાના બાળકો ભેગા મળીને થાળીઓ વગાડીને કોરોના ને ભગાડવાની ધૂમ મચાવી હતી. રાત્રે 9 વાગ્યે સમગ્ર ગામડાઓમાં લોકોએ દિવાળીના પર્વ કરતાં પણ અનેરા ઉત્સાહ સાથે આ નવ મિનિટના પર્વની ખૂબ જ શાનદાર રીતે ઉજવણી કરી હોય એવું દેખાતું હતું. રાત્રિના સમયે લોકો ખુબજ ઉત્સાહમાં આવી જઈને દીવા પ્રગટાવીને પ્રાર્થનાઓથી ભગવાનને નવાજ્યા હતા.

“9” ના આંકડાનું મહત્વ સમજો 
(1) નરેન્દ્ર મોદી સાહેબે સવારે  9  કલાકે જાહેરાત કરી.
(2) તારીખ : 5/4/2020 ના રોજ એટલે 5+4= 9 થાય.
(3) રાત્રીના  9 કલાકે  9 મિનિટ  9  દીવા પ્રગટાવવાના.
(4) રામાયણમાં બતાવેલી 9 પ્રકારની ભક્તિ નવધા ભક્તિ.
(6) આયુર્વેદમાં બતાવેલાં  9  પ્રકારના રસ એટલે નવરસ.
(7) નવરાત્રીમાં માતાજીના  9 સ્વરૂપ એટલે નવદુર્ગા.
(8) કુદરતે આપેલા  9  પ્રકારના રંગો એટલે નવરંગ.
(9) આકાશમાં ફરતા  9  પ્રકારના ગ્રહો એટલે નવગ્રહો.
(10) માનવ શરીરમાં આવેલા  9  પ્રકારના દરવાજા નવદ્વાર.
(11) શિશુના ગર્ભવસ્થાનો સમય ગાળો  9  નવ મહિના.
(12) ભગવાન શ્રીરામની જન્મ તિથિ રામ  9  વમી.
(13) માતાજીના  9   પ્રકારના યજ્ઞ એટલે નવચંડી યજ્ઞ.
(14) ગોરખનાથ સહિત  9  પ્રકારના જતી નવનાથ.
(15)  મઁદિર ઉપર  9  પ્રકારની ધજા ચડવી નવનેજાં.
(16) માનવ શરીરમાં આવેલી  9  સો  99  નાડી.
(17) માણેક, મોતી સહિત  9  પ્રકારના નવરત્નો.
(18) બુદ્ધિ, વિદ્યા સહિત  9  પ્રકારના નવગુણ.
(19)નીલ, પદ્મ સહિત  9  પ્રકારની નવનિધિ.
(20) એક અંકની મોટામાં મોટી સઁખ્યા  9  છે.
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here