દહેગામ : મેશ્વો નદી માં પૂર આવતા નાહવા ગયેલા બે બાળકો તણાયા, બાળક ની લાશ મળી આવી બાળકી ની શોધખોળ ચાલુ

0
95

દહેગામ તાલુકાના લાખના મુવાડા પાસે આવેલી મેશ્વો નદીમા ગઈ કાલે બપોરે ત્રણ વાગે બે માસુમ બાળકો ન્હાવા પડતા ઉપરવાસમા ભારે વરસાદ થતા નદીમા પુર આવતા બંને બાળકો તણાયા તેમાંથી એક બાળકની લાશ મળી અને હજી બાળકીની લાશ મળી નથી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લાખાના મુવાડા પાસે આવેલી આદિત્ય પેપર મીલ્સમા કામ કરતા મજુરોના બે માસુમ બાળકો મેશ્વો નદીમા ગઈ કાલે ન્હાવા પડ્યા હતા ત્યારે ઉપરવાસમા ભારે વરસાદને લીધે મેશ્વો નદીમા પાણી આવતા બપોરના ત્રણ વાગ્યાના સમયે આ બંને માસુમ બાળકો જેનુ નામ છે વિપુલ રાજુભાઈ- ઉમર ૮ વર્ષ અને આશાબેન ભણતાભાઈ- ઉમર ૭ વર્ષ આ બંને બાળકો છોટા ઉદેપુરનાના વતની હોવાની માહિતી સાંપડી છે. અને આ બનાવ બનતા લાખાના મુવાડાના ગ્રામજનો અને લીહોડાના ગ્રામજનો ઘટના સ્થળે આવ્યા હતા. અને આ બાબતની જાણ સ્થાનિકોએ રખિયાલ પોલીસે મામલતદાર અને ફાયર બ્રીગેડને કરતા તમામ અધિકારીઓ અને પોલીસ સ્ટાફે આ બંને બાળકોને મેશ્વો નદીમા શોધવા માટે બહીયલમા કાલુભાઈ ટીમના તરવૈયાઓ બોલાવીને શોધખોળ આદરી છે.

ત્યારે તેમાંથી એક માસુમ બાળક વિપુલની લાશ મળી આવી છે. અને હજી આશાની લાશ મળવા પામી નથી. આના માટે રખિયાલ પોલીસે આ મેશ્વો નદીના આજુબાજુના ગામમા આ લાશ મળે તો રખિયાલ પોલીસ સ્ટેશન જાણ કરવા માટે પીએસઆઈએ જણાવ્યુ છે. આમ આ બનાવ બનતા મેશ્વો નદીના કીનારા ઉપર મોટી સંખ્યામા આજુબાજુના ગ્રામજનો અને અધિકારીઓની ભારે ભીડ જોવા મળતી હતી. અને હાલમા મેશ્વો નદીમા ભારે પુર આવેલુ હોવાથી તરવૈયાઓ સીવાય સામે કીનારે જવુ શક્ય નથી. આમ રખિયાલ પોલીસ અને મામલતદાર સતત બે દીવસથી આ માસુમ બાળકોને શોધવા માટે કાર્યરત બન્યા છે.

બાઈટ : એચ.એલ.રાઠોડ, મામલતદાર, દહેગામ

 

  • આ બંને બાળકો છોટા ઉદેપુરના હોવાની માહિતી સાંપડી છે અને લાખાના મુવાડા પાસે આવેલી પેપર મીલ્સમા તેમનો પરીવાર નોકરી કરતો હતો
  • આ બનાવ બનતા લાખાના મુવાડાના અને લીહોડાના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પરંતુ મેશ્વો નદીના આટલા બધા પાણીમા તેઓ ઘરકાવ થઈ ગયા
  • આ બંને માસુમ બાળકો નદીમા તણાતા લોકોમા ભારે શોક વ્યાપ્યો છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here