દહેગામ : વરસાદથી ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓનુ ધોવણ થતા ઠેર ઠેર ખાડાઓ, ખાડાઓમા પાણી ભરાતા આવતા જતા લોકો ભારે પરેશાન

0
0

દહેગામ પંથકમા ચાલુ રહેલા વરસાદથી ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓનુ ધોવણ થતા ઠેર ઠેર ખાડાઓ પડતા આ ખાડાઓમા પાણી ભરાતા આવતા જતા લોકો ભારે પરેશાન.

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા સતત ચાલુ રહેતા વરસાદથી ગ્રામ્ય વિસ્તારોના માર્ગો ધોવાઈ જતા ઠેર ઠેર ખાડાઓ પડી જતા આ ખાડાઓમા વરસાદી પાણી ભરાઈ જતા આવતા જતા લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તો ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓમા હાલમા પાણી ભરાયેલુ હોવાથી આ પાણીથી રોગચાળો ફેલાય તેવી દહેશત વર્તાઈ રહી છે. તો ગ્રામ્ય વિસ્તારોમા એક બાજુ વાદળછાયુ વાતાવરણ એક બાજુ વરસાદ ચાલુ રહેતા લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. દહેગામ સામુહીક આરોગ્ય કેંદ્ર દ્વારા ગામડાના દર્દીઓને બપોરના સમયે યોગ્ય સારવાર સ્થાનિક  મુખ્ય ડોક્ટર દ્વારા આપવામા ઠાગાઠૈયા ચાલે છે તો દહેગામ તાલુકાના મુખ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબતે તકેદારીના પગલા ભરે તેવી તાલુકાની જનતાની માંગ થવા પામી છે.

બાઈટ : રાજેંદ્ર ઠાકોર

 

  • એક બાજુ વરસાદી માહોલ બીજી બાજુ ગામડાના રસ્તામા પાણી ભરાતા રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે
  • બીજી બાજુ દહેગામ સામુહીક આરોગ્ય કેંદ્રના મુખ્ય ડોક્ટરની કામગીરી પ્રત્યે લોકોનો ભારે આક્રોષ
  • હાલમા ગ્રામ્ય વિસ્તારોમા ઘરે ઘરે તાવના વાવડ વધી ગયા હોવા છતા સામુહીક આરોગ્ય કેંદ્ર દ્વારા પુરતી તકેદારી લેવામા આવતી નથી
  • તેથી જિલ્લાના મુખ્ય અધિકારી આ બાબતે તકેદારીના પગલા ભરે તેવી માંગ થવા પામી છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, દહેગામ, ગાંધીનગર  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here