Saturday, October 16, 2021
Homeદહેગામ તાલુકાના રખિયાલ ગામે આવેલ બ્રાહમણિયા તળાવે નવીન બોર નું લોકાર્પણ
Array

દહેગામ તાલુકાના રખિયાલ ગામે આવેલ બ્રાહમણિયા તળાવે નવીન બોર નું લોકાર્પણ

દહેગામ તાલુકાના રખિયાલ ગામે આવેલ બ્રાહમણિયા તળાવે નર્મદા નીરના વધામણા કરી નવીન બોરના લોકાર્પણ કરવામા આવ્યુ.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામે આજે બ્રાહમણિયા તળાવ પાસે નર્મદા નીરના વધામણા કરવામા આવ્યા હતા. અને ભારતના વડાપ્રધાન નરેંદ્ર મોદીના આજે ૭૦ મા જન્મ દીવસ નિમિતે ઠેર ઠેર નર્મદા નીરના વધામણા કરી તેમના જન્મ દીવસની ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે આજે દહેગામ તાલુકાના રખિયાલ ગામે દહેગામ તાલુકાના ધારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણ તેમજ તાલુકા વિકાસ અધિકારી કુમારી રુબીસી રાજપુતના હસ્તે આજે નર્મદા નીરના પ્રથમ આરતી કરીને બ્રાહ્મણ પાસે પુજાવિધિ કરાવીને અને ગામની શાળાઓની વિદ્યાર્થીનીઓ પાસે માથે બેડા મુકીને અબીલ ગુલાલ અને ફુલોના છંટકાવ સાથે ધારાસભ્યશ્રી અને ટીડીઓ અને  ગામના સરપંચ તથા તલાટી અને શાળાના આચાર્ય તેમજ વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામા  હાજર રહીને આ નર્મદા નીરના વધામણા કરવામા આવ્યા હતા.

 

 

અને નવીન બોરનુ ઉદઘાટન કરવામા આવ્યુ હતુ. આમ સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટર ઐતિહાસિક સપાટી પહોચતા તેની ખુશીમા આજે આ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. અને સૌના સાથ અને સૌના સહકારથી આ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. અને રખિયાલ ગામની શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર પ્રદર્શન કરવામા આવ્યુ હતુ. અને આ ગામના સરપંચશ્રી ગીતાબેન પટેલ અને આ ગામના આગેવાનશ્રી રમણભાઈ પટેલ તથા ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ  ગ્રામજનો સૌ ભેગા મળી આજના આ પાવન પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામા આવી હતી. ત્યાર બાદ સૌ ભેગા મળી વ્રુક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

 

 

  • જેમા દહેગામ તાલુકાના ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી, ગામના સરપપંચ, સેવા સહકારી મંડળીના ચેરમેન તથા ગ્રામજનો મોટી સંખ્યામા હાજર રહેવા પામ્યા હતા
  • અને શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને આગણવાડી બહેનો હાજર રહેવા પામ્યા હતા
  • આ નર્મદા નીરના સ્થળે જઈને મહાઆરતી ઉતારી અબીલ ગુલાલ અને ફુલના વધમણા કર્યા પછી નર્મદા નીરના વધામણા કર્યા હતા
  • અને મેઘલાડુની મહાપ્રસાદી આરોગી સૌએ મીઠુ મોઢુ કરી નરેંદ્ર મોદીનો જન્મ દીવસ ઉજવ્યો હતો

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments