દહેગામ : ઝાકગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમા UGVSLની નીષ્ક્રીય કામગીરી સામે અધિકારીઓની લાલ આંખ

0
14

દહેગામ તાલુકામા યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમા અસંખ્ય અરજદારોની એલઈડી લાઈટનુ વેચાણ રજુઆતો સામે અધિકારીઓની લાલ આંખ યુજીવીસીએલના અધિકારીઓની નીષ્ક્રીય કામગીરીનો ઉગ્ર વિરોધ.

દહેગામ તાલુકાના ઝાક ગામે આજે સેવાસેતુ કાર્યક્રમનુ આયોજન થવા પામ્યુ હતુ તેમા કેટલાક અરજદારોએ સ્થાનિક મામલતદાર,ધારાસભ્ય અને સુમેરૂભાઈ અમીનને રજુઆતો કરી હતી કે દહેગામ ખાતે આવેલ યુજીવીસીએલના સ્ટાફ સેવાસેતુ કાર્યક્રમમા આવે છે પરંતુ લાભાર્થીઓને લાભ મળે તેવા કોઈ એલઈડી લાઈટનુ વેચાણ બંધ છે એનુ પણ કોઈ પણ સેવાસેતુ કાર્યક્રમમા કરવામા આવતુ નથી તેમજ આ શાખાના અધિકારીઓ ઝાક ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમા દહેગામ મામલતદાર, ધારાસભ્ય અને કર્મચારીઓની હાજરીમા સુમેરૂભાઈ અમીનને આ યુજીવીસીએલના સ્ટાફની કામગીરીનો ઉગ્ર વિરોધ કરીને આ ખાતાના અધિકારીઓ સામે કડકમા કડક પગલા ભરવા માટે ઉગ્ર રજુઆત કરી હતી.

આ બાબતે સ્થાનિક આગેવાનો અને ચુંટાયેલા પ્રતિનિધિઓએ પણ આનો ઉગ્ર વિરોધ નોધાવ્યો હતો અને કેટલાક અરજદારો કહેતા હતા કે દહેગામના યુજીવીસીએલના અધિકારી પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવામા સાવ નીષ્ફળ પુરવાર થઈ રહ્યા છે અને દહેગામ તાલુકાના અરજદારો આ અધિકારીઓની દહેગામ આવેલી કચેરી પોતાના કામ માટે રજુઆત કરવા જાય ત્યારે સંતોષકારક જવાબો આપતા નથી અને અરજદારોને આ કચેરીમા પોતાના કામો માટે ધરમ ધક્કા આ અધિકારી ખવડાવતા હોવાથી અરજદારો આવા અધિકારીથી પણ ત્રાહીમામ પોકારી જવા પામ્યા છે. તેના વિરોધમા આજે સુમેરૂભાઈ અમીને જાહેરમા જ આ શાખાના કર્મચારીઓને ઉધડા લીધા હતા.

  • દહેગામ તાલુકાના યુજીવીસીએલના અધિકારી ગ્રાહકોને સંતોષકારક જવાબો આપતા નથી અને ગ્રાહનોને અવાર નવાર ધક્કા ખવડાવતા હોવાથી અરજદારો આવા અધિકારથી ત્રાહીમામ પોકારી જવા પામ્યા છે.
  • ઝાક ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમા સુમેરૂભાઈ અમીને ગ્રાહકોની રજુઆત પ્રત્યે ધારાસભ્ય, મામલતદાર અને કર્મચારીઓની હાજરીમા જ યુજીવીસીએલના કર્મચારીની કામગીરીનો વિરોધ નોધાવીને ઉગ્ર રજુઆત કરી હતી.

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here