શ્રાવણ માસનો છેલ્લો દીવસ હોવાથી શિવ મંદીરોમા દર્શનાર્થીઓની ભારે ભીડ

0
55

દહેગામ તાલુકાના હરખજીના મુવાડાના મેશ્વો નદીના તટ ઉપર આવેલ ૫૦૦ વર્ષ પુરાણુ આધારેશ્વર મહાદેવના મંદીરમા આજે દર્શનાર્થીઓની ભારે ભીડ.

 

આજે શ્રાવણ માસનો છેલ્લો દીવસ હોવાથી દહેગામ તાલુકાના શિવ મંદીરોમા શિવ ભક્તો અને દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળે છે અને પવિત્ર શ્રાવણ માસમા ભગવાન ભોળાનાથની પુજા અર્ચના કરવાથી આ મનુષ્યના સકલ મનોરથ પુરા થાય છે. અને ભગવાન ભોળાનાથ શ્રાવણ માસમા સાક્ષાત હોવાની પુરાણોમા માહિતી આપવામા આવી છે.

આમ આજે દહેગામ તાલુકામા હરખજીના મુવાડા મેશ્વો નદીના તટ ઉપર આવેલ પ્રક્રુતી સોંદર્યથી પરીપુર્ણ અને ૫૦૦ વર્ષ પુરાણુ આધારેશ્વર મહાદેવનુ મંદીર આવેલુ છે. અને આ મંદીરમા શીવરાત્રી અને જનમાષ્ટમીના દીવસે મોટો લોકમેળો પણ ભરાય છે અને આજે આધારેશ્વર મહાદેવના મંદીરે ૩ થી ૪ હજાર જેટલા દર્શનાર્થીનોએ આ આધારેશ્વર મહાદેવના દર્શન કરીને મહાપ્રસાદી આરોગી છે. શાળાના વિદ્યાર્થી અને આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામા આ મહાદેવના મંદીરે દર્શન કરતા દ્રષ્ટિગોચર થવા પામ્યા છે. આમ આજે શ્રાવણ માસનો છેલ્લો દીવસ હોવાથી તાલુકાના શિવ મંદીરોમા શિવ ભક્તો અને દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી છે.  તેથી દહેગામ તાલુકાના નીલકંઠ મહાદેવ, આધારેશ્વર મહાદેવ અને કપડવંજ તાલુકાના ઉંટકેશ્વર મહાદેવના મંદીરે આજે વીશાળ સંખ્યામા દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે.

બાઈટ : કામીનીબેન રાઠોડ ,દર્શનાર્થી, માજી ધારાસભ્ય, દહેગામ

  • દહેગામ તાલુકાના હરખજીના મુવાડા મેશ્વો નદીના તટ ઉપર આવેલ ૫૦૦ વર્ષ પુરાણુ આધારેશ્વર મહાદેવના મંદીરે દર્શનાર્થીઓ અને શિવ ભક્તોની ભારે ભીડ
  • આ આધારેશ્વર મહાદેવના મંદીરે આજે ૩ થી ૪ હજાર જેટલા દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો
  • આ મંદીર મેશ્વો નદીના તટ ઉપર આવેલ હોવાથી પ્રક્રુતી સોંદર્યથી પરીપુર્ણ છે
  • તો સરકારે આવા પ્રક્રુતી સોંદર્યથી પરીપુર્ણ એવા મંદીરોને પર્યટન ધામ તરીકે વિકાસ કરવો જોઈએ

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here