દહેગામ : પનાના મુવાડાગામે ધોરણ ૯માં અભ્યાસ કરતી ૧૪ વર્ષની સગીર યુવતી સાથે બળાત્કાર

0
86

દહેગામ તાલુકાના પનાના મુવાડા ગામે ગાયત્રી વિદ્યામંદીરમા અભ્યાસ કરતી ૧૪ વર્ષની સગીર યુવતી સાથે બળાત્કાર થતા સમગ્ર વિસ્તારમા ચકચાર મચી.

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પનાનામુવાડા ગામે રહેતા રાજુસિંહ ડાયસિંહ ઝાલા ખેતી કરીને પોતાનુ જીવન નિર્વાહ ચલાવે છે અને તેમને સંતાનમા ત્રણ દીકરીઓ પણ છે ત્યારે તેમની એક ૧૪ વર્ષની સગીર દીકરી હતી. અને તેના ગામમા આવેલી ગાયત્રી વિદ્યામંદીર શાળામા ધોરણ ૯ મા અભ્યાસ કરતી હતી ત્યારે સવારની સ્કુલ હોવાથી આ યુવતી શાળામા અભ્યાસ કરવા માટે ગઈ હતી અને દફ્તર મુકીને શાળા સંકુલની પાછળ આવેલી એક ઝાડીમા પોતાના પ્રેમી દશરથસિંહ ભવાનસિંહ ઝાલા સાથે રંગલીલીયા મનાવતા તેમના ઘરના જ કોઈ સભ્યએ પકડી પાડતા બુમરાણ મચી જવા પામી હતી. અને તેની ચોકી કરતો તેનો મીત્ર વિજયજી કેદારજી ઝાલા રહેઠાણ પનાનામુવાડા આ બંને ભેગા મળીને આ કાર્યક્રમ ગોઠવ્યો હતો.

બાઈટ : રાજુસિંહ ડાયસિંહ ઝાલા, યુવતીના પિતા, પનાનામુવાડા

શાળામા દફ્તર મુકીને ગયેલી આ યુવતીને શાળાનુ નામ બદનામ ના થાય તેના માટે શાળાના કોઈ શિક્ષકે યુવતીના પિતાને જાણ કરતા આ યુવતીના પરીવારના કોઈ સભ્યએ શાળામાંથી દફ્તર લઈ આવ્યા હતા અને આ યુવતીને લઈને રખિયાલ પોલીસ સ્ટેશનમા બળાત્કારનો ગુનો નોધાવ્યો હતો તેમા ફર્સ્ટ ગુના રજીસ્ટ્રર નંબર આઈપીસી કલમ ૩૭૬ (૩), ૧૧૪ તથા પોક્સોએક્ટ ૨૦૧૨ ની કલમ ૪ મુજબ યુવતીના પિતાએ રખિયાલ પોલીસ સ્ટેશન ફરીયાદ નોધાવી હતી અને રખિયાલ પોલીસ સ્ટેશનની આગળ ગાયત્રી વિદ્યામંદીરના શિક્ષક આવતા અમારા પ્રતિનિધિએ તેમની માહિતી લેતા જાણવા મળ્યુ હતુ કે આ યુવતી શાળામા આવી ન હતી તેવો લુલો બચાવ આ શિક્ષક કરતા જોવા મળ્યા હતા અને આ યુવતીના પરીવારના સભ્યોની રજુઆત છે કે આ યુવતી ચાલુ શાળામા દફ્તર મુકીને બહાર નીકળી હતી તેવુ નીવેદન આપી રહ્યા છે.

વધુ માહિતી જાણવા મળી છે કે આ શાળામા સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ નથી તેથી આ શાળામા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનુ ભાવી પણ અંધકારમા હોય તેવુ દેખાય રહ્યુ છે. અને રખિયાલના પીએસઆઈની રૂબરૂ માહિતી લેતા જાણવા મળ્યુ છે કે આ યુવક અને યુવતી છેલ્લા એક વર્ષથી પ્રેમમા હતા અને એક બીજાને અવાર નવાર મળીને પ્રેમની ગોષ્ઠિ પણ કરતા હતા અને આ યુવતી પરણાવેલી હોવાથી તેના ડાયવોર્સ થવા પામ્યા હતા તેથી આ બંને યુવક યુવતી છાણે છપલે મળતા હતા. અને યુવતી આ યુવકને મળવા માટે બોલાવીને બંનેની મરજીથી સેક્સ કર્યુ હતુ. તેવી માહિતી સ્થાનિક પીએસઆઈએ અમારા પ્રતિનિધિને આપી હતી તો બીજી બાજુ યુવતીના ઘરના તેના માતા પિતાએ આ યુવતી ઉપર થયેલો બળાત્કાર માટે આ બંને યુવક સામે કડકમા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બાઈટ : યુવતીના માતા, પનાનામુવાડા

 

  • દહેગામ તાલુકાના પનાના મુવાડા ગામે ધોરણ ૯ મા અભ્યાસ કરતી ૧૪ વર્ષની યુવતી સાથે થયો બળાત્કાર
  • ચાલુ શાળાએ આ યુવતી દફ્તર મુકીને શાળાની પાછળ આવેલ એક અવોર જગ્યા ઉપર યુવકના મીત્રના મદદથી બળાત્કાર ગુજારાયો
  • રખિયાલ પોલીસે કલમ નંબર ૩૭૬ (૩) ૧૧૪ તથા પોક્સોએક્ટ ૨૦૧૨ ની કલમ ૪ મુજબ ફરીયાદ નોધી છે
  • યુવતીના પરીવાર કહે છે કે ચાલુ શાળાએ યુવતી દફ્તર મુકીને નીકળી ગઈ છે ત્યારે શાળાના શિક્ષક કહે છે કે યુવતી શાળામા આવી નથી તો પછી શાળામા દફ્તર ક્યાથી આવ્યુ તેવો લુલો બચાવ આ શાળાના શિક્ષક કરી રહ્યા છે
  • ગાયત્રી વિદ્યામંદીરમા સીસીટીવી કેમેરાની કોઈ સુવીધા નથી તેના માટે જવાબદાર તંત્ર શુ કરે છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here