દહેગામ : બસ ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ત્રણ મહિલાઓને કચડી નાખી, 2 ના મોત, 1 સારવાર હેઠળ

0
89

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જુની ચિસકારી ચોકડી પાસે કપડવંજ તરફથી માતેલા સાંઢની જેમ આવી રહેલા બસ ચાલકે ત્રણ મહિલાઓને કચડી નાખતા બે મહિલાઓના મોત થવા પામ્યા છે અને ૧ મહિલા અમદાવાદ સિવિલ ખાતે સારવાર લઈ રહી છે.

આ અંગે મળતી વિગતવાર માહિતી એવી છે કે ગઈ કાલે બપોરના ૧વાગ્યાના સમયે કપડવંજથી દહેગામ તરફ જઈ રહેલ એસટી બસ નંબર જીજે-૧૮- ઝેડ- ૨૧૧૮ ના ચાલકે માતેલા સાંઢની જેમ બસ લઈને જઈ રહ્યો હતો ત્યારે ચીસકારી ચોકડી પાસે કોઈ મહિલાએ આ ચાલકને લાંબો હાથ કરતા બસના ચાલકે સ્ટ્રેડીંગ પરનો કાબુ ગુમાવી દેતા અચાનક બ્રેક મારતા ઘાસચારો લઈને આવતી ત્રણ મહિલાઓને કચડી નાખતા ચકચાર મચી જતા એસટી બસનો ચાલક બસ મુકીને ભાગી જવા પામ્યો છે.

ત્યારે સ્થાનિક લોકો આ બનાવ જોતા દોડતા આવી જઈને તાત્કાલિક આ ત્રણ મહિલાઓને ૧૦૮ ને બોલાવી સારવાર અર્થે દહેગામથી ગાંધીનગર અને ત્યાથી અમદાવાદ સિવિલ દાખલ કરતા ત્રણમાંથી બે મહિલાઓનુ મોત થવા પામ્યુ હતુ અને બસમા બુમરાણ મચી જવા પામી હતી. અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બસના મુસાફરો કહેતા હતા કે એસટી બસનો ચાલક કપડવંજથી બેફામ ગાડી ચલાવતો હતો તેવી માહિતી મળવા પામી છે.

 

અને આ બસનો ચાલક ચિસકારી ગામનો રહીશ વિનુભાઈ સોમાભાઈ ડાભી અને પાડોસી ગામ એરંડાની મુવાડીની ત્રણ મહિલાઓને કચડી નાખી તેમા (‌૧) મીનાબેન ઝાલમસિંહ બારૈયા- ઉમર ૩૭ વર્ષ તેમને બે પુત્રી અને એક પુત્ર છે જ્યારે (૨) સોલંકી ચંપાબેન ભીખાજી- ઉપર ૪૫ તેમને ત્રણ પુત્ર હતા અને આ બને મહિલાઓના મોત થવા પામ્યા છે.

 

જ્યારે શારદાબેન બાબુજી ડાભી અમદાવાદ સિવિલ ખાતે સારવાર લઈ રહ્યા છે. આ ત્રણેય મહિલાઓ ખેતરમાંથી ઘાસચારો લઈને આવતા હતા ત્યારે આ કાળમુખા બસ ચાલકે આ બે મહિલાઓને મોતને ઘાટે ઉતારી દેતા તેમના માસુમ બાળકો મા વિના થઈ જતા આ બાળકો હાલમા હૈયાફાટ રુદન કરતા દ્રષ્ટિગોચર થાય છે અને સમગ્ર ગામમા આ બનાવને પગલે ચકચાર મચી જવા પામી છે અને આખુ ગામ શોકમા ગરકાવ થઈ ગયુ છે. તેથી ગ્રામજનોની રજુઆત છે કે આ બસ ચાલક સામે કડકમા કડક સજા થાય અને મ્રુતક મહિલાઓને અને તેના પરીવારને સરકારી લાભ મળે તેવી માંગ કરી છે કારણ કે આ મ્રુતક મહિલા મજુરી કરીને પોતાનુ ગુજરાન ચલાવતા હતા ત્યારે આ બનાવ બનતા સમગ્ર ગામમા આ બે મહિલાઓની અંતિમ યાત્રા કાઢતા સમગ્ર ગામ હીબકે ચઢ્યુ હતુ. અને મ્રુતકના પરીવારજનો હૈયાફાટ રુદન કરતા નજરે પડી રહ્યા છે.

  • હાલમા બંને મ્રુતકના સગીર બાળકો હૈયાફાટ રુદન કરતા નજરે પડી રહ્યા છે
  • માતેલા સાંઢની જેમ આવતા બસ ચાલકની બેદરકારીથી બે મહિલાઓના મોત થયા
  • બસ ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ત્રણ મહિલાઓને કચડી નાખી તેમા બે ના મોત અને એક સારવાર હેઠળ
  • મરનાર મ્રુતક મજુરી કરી પોતાના પરીવારનુ જીવન નિર્વાહ ચલાવતા હતા
  • આ બનાવ બાબતે એસટી ચાલક સામે કડકમા કડક સજા થાય અને મ્રુતકના પરીવારને સરકારી સહાય મળે તેવી માંગ થવા પામી છે
  • આ મ્રુતક દહેગામ તાલુકાના એરંડાની મુવાડીના વતની હતા

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here