દહેગામ : ST ડેપો ના મેદાન મા મોટા મોટા ખાડા, અસંખ્ય મુસાફરો અને વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે ભારે હાલાકી

0
0

દહેગામ એસટી ડેપોમા નવા ડેપોનુ કામકાજ ચાલુ હોવાથી ડેપોની અંદર મોટા મોટા ખાડા નહી પુરાતા હાલમા ડેપોની દુર્દશાથી વિદ્યાર્થીઓ અને મુસાફરો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ એસટી ડેપો નવીન બનાવવાની કામગીરી હાલમા ચાલુ છે પરંતુ અત્યારે એસટી ડેપોના બસ સ્ટેશનની આજુબાજુમા મોટા મોટા ખાડા પડી જતા આ ખાડામા વરસાદી પાણી ઉભરાતા અહીયા દરરોજના અસંખ્ય મુસાફરો અને વિદ્યાર્થીઓની અવર જવર હોવાથી આ ડેપોના વહીવટી તંત્રની ખામીના લીધે વિદ્યાર્થીઓ અને મુસાફરોને કપડા ઉંચા ચઢાવીને નીકળવાનો સમય આવી ગયો છે. હાલમા આ ડેપોમા ગંદકી અને કાદવ કીચ્ચડથી મુસાફરોને ક્યાથી પસાર થવુ તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. આ એસટી ડેપોનો વહીવટી તંત્રની બેદરકારીના લીધે આમ જનતા ભારે પરેશાન થતી જોવા મળી રહી છે.

આ બાબતે એસટીની બસોમા ચઢવા અને ઉતરવા માટે મુસાફરો ભારે પરેશાન થઈ રહ્યા છે તે દ્રષ્ટિ ગોચર થાય છે. એસટી ડેપોનુ કામકાજ ક્યારે પુરુ થશે તેનુ કોઈ નક્કી નથી પરંતુ હાલમા આ ડેપોમા દુર દુરથી આવતા મુસાફરો અને શાળાના વિદ્યાર્થીઓની હાલમા કાદવ કીચ્ચડમાંથી પસાર થવાની જે પરીસ્થિતી છે તેના માટે આ ડેપોના મુખ્ય અધિકારીએ હંગામી ધોરણે ખાડાઓ પુરાવી કપચી નાખી આ ડેપોની ગંદકી દુર થાય તેના માટે જાગ્રુત બની કાર્યવાહી કરવી જોઈએ તેવી આમ જનતાની માંગ છે.

  • આ એસટી ડેપોમા નવીન એસટી ડેપો બનાવવાની કામગીરી ચાલુ છે તે ક્યારે પુર્ણ થશે તે કઈ નક્કી નહી પરંતુ હાલમા એસટીના મુખ્ય અધિકારીએ માનવતા ખાતર આ ખાડા પુરાવવા જોઈએ
  • આ એસટી ડેપોમા દરરોજના અસંખ્ય મુસાફરો તેમજ તાલુકાના વિદ્યાર્થીઓ બસમા બેસવા આવે છે ત્યારે તેમને ક્યાથી પસાર થવુ તે મોટો પ્રશ્ન છે
  • કાદવ કીચ્ચડ અને ગંદકી અને આ મોટા મોટા ખાડાથી આમ જનતા ભારે હાલાકી ભોગવી રહી છે

રિપોર્ટર :અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here