દહેગામ : રેવાબા વિદ્યામંદીરના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ બચાવો નારા સાથે રેલી કાઢવામા આવી

0
31

દહેગામ શહેરમા રેવાબા વિદ્યામંદીરના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ બચાવો દેશ બચાવો તેવા હાથમા બેનરો રાખી દહેગામ શહેરમા રેલી કાઢવામા આવી હતી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમા આવેલ રેવાબા વિદ્યામંદીરના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો અને સંચાલકો દ્વારા પર્યાવરણ બચાવોના ઝુંબેશ સાથે પાલૈયા ગામેથી તમામ વિદ્યાર્થીઓ ભેગા મળીને અને શાળાના સ્ટાફ સાથે રેલીનુ આયોનજ કરવામા આવ્યુ હતુ. આ રેલીનો ઉદેશ એવો હતો કે સ્વચ્છ ભારતનુ સપનુ સાકાર થાય અને જનતા જાગ્રુત થાય તેમજ પર્યાવરણના લીધે વાતાવરણ સારુ થાય તેથી વિદ્યાર્થીઓએ હાથમા બેનરો સાથે રેલીમા ફરી જનતાને જાગ્રુત કરવાની અપીલ કરતા હતા અને સુત્રોચાર સાથે કહેતા હતા કે પર્યાવરણ બચાવો અને દેશને બચાવો તેવા નારાઓ સાથે દહેગામ પાલૈયા નાકાથી આ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

બાઈટ : અજયસિંહ, દહેગામ

 

તેમા શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, શાળાનો સ્ટાફ તેમજ ટ્રસ્ટીઓ આ રેલીમા જોડાયા હતા અને આ રેલી પાલૈયા જકાત નાકાથી પંકજ સોસાયટીમાંથી તાલુકા પંચાયત આગળ થઈને સરદાર સોપીંગ થઈને સેવાસદન સુધી ફેરવવામા આવી હતી.અને વિદ્યાર્થીઓમા સારી ભાવના અને ભારે ઉત્સાહ જોવા મળતો હતો અને વિદ્યાર્થીઓમા એકતાના અને ભાઈચાનારાની ભાવના પણ અહીયા દેખાતી હતી અને આ શાળાના સંચાલકોની આ પર્યાવરણ વીશેની કામગીરીની ઓઅણ સારાહના કરવામા આવી હતી. અને વિદ્યાર્થીઓ સંકેતો આપીને પર્યાવરણની જાળવણી વીશે વિસ્તુત માહિતી પણ આપતા નજરે પડતા હતા.

  • પાલૈયા નાકાથી માંડી પંકજ સોસાયટીમા થઈ તાલુકા પંચાયત આગળ થઈ સેવાસદન ખાતે આ રેલી કાઢવામા આવી હતી
  • આ રેલીમા શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ અને શાળાનો સ્ટાફ તેમજ ટ્રસ્ટીઓ જોડાયા હતા
  • આ રેલીનો ઉદ્દેશ સાથે હાથમા બેનરો અને સુત્રોચાર સાથે વિદ્યાર્થીઓ જણાવી રહ્યા હતા કે પર્યાવરણ બચાવી દેશને બચાવી લો તેવી રજુઆત કરતા હતા

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here