દહેગામ : તલોદ તાલુકાના વજાપુર ગામના ૨ આર્મી યુવાનોને ગ્રામજનો દ્વારા ફુલહાર પહેરાવી તેમની કામગીરીને બિરદાવવામાં આવી.

0
16

તલોદ તાલુકાના વજાપુરગામના BSFના 2 યુવાનોનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
ગામનું ગૌરવ વધારતા આ યુવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

તલોદ તાલુકાના વજાપુર ગામના સમગ્ર ગ્રામજનો ભેગા મળીને વજાપુર ગામમાં રહેતાં આર્મી જવાન નામે ઝાલા સજ્જનસિંહ વિજયસિંહ અને ઝાલા ધનપાલસિંહ દિવાનસિંહ જમ્મુ કાશ્મીરના ઉધમપુર ખાતે BSF માં ફરજ બજાવી રહ્યા છે. તેઓ ઘરે આવતા સમગ્ર ગ્રામજનો ભેગા મળીને તેમને ફૂલહાર પહેરાવી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વજાપુરના અગ્રણી આગેવાન જગતસિંહ માનસિંહ ઝાલા તેમજ મુકેશસિંહ ઝાલા અન્ય આગેવાનો ભેગા મળીને દેશની સરહદ ઉપર રહીને દેશની સેવા કરતા આવા નવ યુવાનોની કામગીરીને બિરદાવીને સમગ્ર ગ્રામજનોએ ભેગા મળીને તેમને ભેટ સોગાદો આપી હતી.

વજાપુર ગામનું ગૌરવ વધારનાર BSF ના જવાનોને સૌએ હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવી હતી. દેશ માટે સેવા આપી રહેલા આ નવયુવાનો જમ્મુ કાશ્મીર જવા માટે જઈ રહ્યા હતા. ત્યારે ગ્રામજનોએ તેમને ખુબજ હૃદયદ્રાવક દ્રશ્યો વિદાય આપી હતી. આ 2 યુવાનો દેશ માટે સેવા કરે છે તેથી વજાપુર ગામમાં લોકોમાં ખુશી વ્યાપી જવા પામી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here