દહેગામ તાલુકાના એરંડાની મુવાડી મા ભર ચોમાસે પીવાના પાણીના પોકાર

0
19

દહેગામ તાલુકાના એરંડાની મુવાડીના છેલ્લા બે વર્ષથી ગ્રામજનોને પીવાનુ પાણી બે કીલોમીટર અંતરથી લાવવુ પડે છે તેથી ગામની મહિલાઓ અને પશુઓ પીવાના પાણી માટે વલખા મારે છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના એરંડાની મુવાડીના ગ્રામજનોની રજુઆત થવા પામી છે કે અમારા ગામમા છેલ્લા બે વર્ષથી ટ્યુબવેલમા એક ચકલી જેટલુ પાણી આવે છે અને ગામની કુલ વસ્તી ૭૦૦ ની હોવાથી હાલમા ભર ચોમાસે પણ પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે તેથી ગામની મહિલાઓ, દીકરીઓ બે કીલોમીટર અંતરથી માથે પાણી ભરી લાવતા હેરાન પરેશાન થઈ જવા પામી છે.

આજે  ગામના ૧૦૦ જેટલા ગ્રામજનોએ ભેગા મળીને આ બાબતે ઉગ્ર રજુઆતો કરીને જણાવ્યુ હતુ કે સરકાર ગામે ગામ વિકાસલક્ષી કામો પ્રગતીયમ કરી રહી છે ત્યારે અમારા ગામમા છેલ્લા બે વર્ષથી માનવ સમુદાયને પીવાનુ પાણી મળતુ નથી તેથી અમે ત્રાહીમામ પોકારી જવા પામ્યા છીએ. માનવ અને પશુઓને પીવાના પાણી અછત વર્તાતા સ્થાનિક આગેવાનો અને તાલુકામા રજુઆતો કરવા છતા અમારા ગામની કોઈ સમસ્યાનુ સમાધાન થતુ નથી તેથી અમારા ગામમા પીવાના પાણી માટે પોકાર પડી રહ્યા છે તો સરકારે અને જિલ્લા અને તાલુકાના આગેવાનો આ બાબતે તકેદારીના પગલા ભરે તેવી સમગ્ર ગ્રામજનોની રજુઆતો થવા પામી છે. હાલમા ચોમાસુ હોવા છતા પીવાનુ પાણી ન મળતુ હોય તો ભર ઉનાળે અમારા શુ હાલ થયા હશે તેવુ આક્રોશ સાથે ગ્રામજનો જણાવી રહ્યા છે તો સરકાર આ બાબતે  ગ્રામજનોની સમસ્યાનુ સમાધાન કરે તેવી માંગ થવા પામી છે.

બાઈટ- કલ્યાણસિંહ લાલસિંહ- સ્થાનિક રહીશ

 

  • ગામની મહિલાઓ બે કીલોમીટર દુર ચાલતા માથે બેડા લઈને પાણી ભરીને હેરાન પરેશાન થઈ રહી છે
  • ગામના ટ્યુબવેલમા એક ચકલી જેટલુ પાણી આવે છે તો આ પાણી ફક્ત દેખાવ પુરતુ જ આવે છે
  • છેલ્લા બે વર્ષથી અમારા ગામમા પીવાના પાણીની સમસ્યા હોવા છતા કોઈ આગેવાનો અમારી રજુઆતો સાંભળતા નથી
  • ૭૦૦ ની વસ્તી ધરાવતા આ ગામમા લોકો પીવાના પાણી માટે પોકાર પાડી રહ્યા છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here