Monday, September 20, 2021
Homeદહેગામ નગરપાલિકા દ્વારા નવા પ્રવેશદ્વારનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
Array

દહેગામ નગરપાલિકા દ્વારા નવા પ્રવેશદ્વારનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

દહેગામ નગરપાલિકામા આજે ગુરૂપુર્ણીમાના દીવસે નગરપાલિકા પ્રમુખ,  ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખના શુભ હસ્તે નવા પ્રવેશદ્વારનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકામા આજે અષાડ સુદ ગુરૂપુર્ણીમાના પાવન પર્વ નીમીતે નગરપાલિકાના નવા પ્રવેશદ્વાર બનાવવામા આવ્યો હતો. તે પ્રવેશદ્વાર બની જતા તેનુ શુભ ઉદઘાટન કરવામા આવ્યુ હતુ. આજે આ નવા પ્રવેશદ્વારનુ ઉદઘાટન દહેગામના નગરપાલિકા પ્રમુખ બીમલભાઈ અમીન અને દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ તથા જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેશભાઈ શાહ અને નગરપાલિકાના ચુંટાયેલા પ્રતિનિધિઓ આજે ગુરૂપુર્ણીમાના પાવનપર્વ નીમીતે સૌ ભેગા મળીને એકતાના સંગીત સુરોમા રેલાઈને અને મીઠુ મોઢુ કરીને રીબીન કાપીને આ પ્રવેશદ્વારને ખુલ્લો મુકવામા આવ્યો હતો. આ કચેરીના કર્મચારીઓ હાજર રહીને સૌના સાથ અને સૌના સહકારથી નવા પ્રવેશદ્વારનુ લોકાર્પણ કાર્યક્રમનુ ઉદઘાટન કરવામા આવ્યુ હતુ. તેથી જુનો નગરપાલિકાનો પ્રવેશદ્વારા ઔડા ગાર્ડનમા થઈને આવવાનો હતો તે તેના સ્થાને નવો પ્રવેશદ્વાર બનતા ઔડા ગાર્ડનની સુવીધાઓ હવે વધી જશે અને નગરપાલિકા આવવા જવા માટે આ નવો પ્રવેશદ્વાર ખુબ જ સુલભ બની જશે.

 

બાઈટ : બીમલભાઈ અમીન, નગરપાલિકા પ્રમુખ, દહેગામ

 

 

  • આ લોકાર્પણ કાર્યક્રમમા દહેગામ નગરપાલિકા પ્રમુખ, ધારાસભ્ય, જિલ્લાભાજપ પ્રમુખ અને નગરપાલિકાના ચુંટાયેલા પ્રતિનિધિઓએ ભેગા મળી આ પ્રવેશદ્વારનુ ઉદઘાટન કર્યુ
  • આ નવો પ્રવેશદ્વાર બનતા શહેરજનોને નગરપાલિકામા આવવા માટે સાવ સહેલો રસ્તો બની ગયો
  • ઔડા ગાર્ડનની સુવીધામા વધારો થશે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments