ગાંધીનગર : બેઠક 31માં પ્રમુખ તરીકે સાદરા બેઠકના દિલીપ પટેલની વિધિવત વરણી કરવામાં આવી

0
4

ગાંધીનગર જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી ગાંધીનગર જીલ્લા પંચાયત પ્રથમ સભામાં ઔપચારિક પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ આજે જિલ્લા પંચાયતના મજ ઉપપ્રમુખપદે સાણોદા બેઠક31માં પ્રમુખ તરીકે સાદરા બેઠકના દિલીપ પટેલની વિધિવત વરણી કરવામાં આવી હતી. તેના ગુણવંતસિંહ ચાવડા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. એજ રીતે દહેગામ તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે નેહા પટેલ તેમજ ઉપપ્રમુખ પદે કલ્યાણસિંહ ઠાકોરને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં.

ઇતિહાસમાં પ્રથમ વખત ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો
ઇતિહાસમાં પ્રથમ વખત ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે કુલ 28 બેઠકો માથી 19 બેઠકો હાસલ કરીને ગાંધીનગર જિલ્લામાં ઇતિહાસ સર્જી દીધો છે. ગાંધીનગર જિલ્લા પંચાયતમાં આજથી ભાજપના શાસનમાં સૂર્યોદય થયો છે. ગઈકાલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના મેન્ડેટ મુજબ ગાંધીનગર જીલ્લા પંચાયતના પ્રમુખપદ માટે દિલીપ પટેલ તેમજ ઉપપ્રમુખ પદ માટે ગુણવંતસિંહ ચાવડાએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં આજે કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સભાગૃહમાં પ્રથમ બેઠક યોજાઇ હતી જેમાં પ્રમુખ તરીકે દિલીપ પટેલ તથા ઉપપ્રમુખ તરીકે ગુણવતસિંહ ચાવડા બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા.

દહેગામ તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે નેહા પટેલ
દહેગામ તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે નેહા પટેલ

બીજી તરફ દહેગામ તાલુકા પંચાયતમા પણ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પાટીદાર સમાજને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દહેગામ તાલુકા પંચાયતના પ્રમુખ માટેની સામાન્ય મહિલા સીટ હોવાથી ભાજપ પક્ષે નેહા પટેલ તેમજ ઉપપ્રમુખપદ માટે કલ્યાણસિંહ ઠાકોરની પસંદગી કરી હતી. જેમને આજની સભામાં વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here