ગાંધીનગર : આંદોલન મામલે દિનેશ બાંભણિયાએ કરી રણનીતિની જાહેરાત, આંદોલનને લઇને સચિવાલયના 4 ગેટ બંધ કરાયાં

0
21

ગાંધીનગરમાં મહિલાઓનો બિન અનામતના આંદોલન મામલે પાસના નેતા દિનેશ બાંભણિયાએ રણનીતિની જાહેરાત કરી છે. દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષને મધ્યસ્થી કરાવવા માટે રજૂઆત કરવામાં આવશે.

  • દિનેશ બાંભણિયાએ રણનીતિની કરી જાહેરાત
  • ગાંધીનગરમાં બિનઅનામત વર્ગના આંદોલનનો મામલો
  • આંદોલન થવાના કારણે સચિવાલયના 4 ગેટ કરાયા બંધ

દિનેશ બાંભણિયાએ જણાવ્યું છે કે 4 વાગ્યા સુધી સચિવાલય કૂચ મોકૂફ રખાઇ છે. અમે સરદાર પટેલના સ્ટેચ્યૂ પાસે બેસી રહીશું. અમે ભાજપ અને કોંગ્રેસના સ્ડેન્ડની રાહ જોયા બાદ નિર્ણય લઇશું.

ગાંધીનગરમાં બિનઅનામત વર્ગની મહિલાઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યો છે. આંદોલન ઉગ્ર ન થાય તે માટે સચિવાલયના 4 ગેટ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે હવે 17 જેટલી મહિલાઓ રજૂઆત કરવા માટે સચિવાલયની અંદરમાં પહોંચી છે. આ મામલે પાસના પૂર્વ કન્વીનર દિનેશ બાંભણિયાએ પ્રતિક્રિયા આપી છે કે, અમે પણ એક પછી એક ગેટની અંદર દાખળ થઈશું.

મહિલા ઉમેદવારો રજઆત કરવા માટે અંદર પહોંચી છે. આ ઉમેદવારીની પોલીસે ધરપકડ ન કરવી જોઈએ.. આ ઉમેદવારો માત્ર રજૂઆત માટે પહોંચી છે, તેઓ માત્ર રજૂઆત કરવાની છે. કોઈ પણ કારણોથી પોલીસે તેમની અટકાયત ન કરવી જોઈએ. આ સાથે જ તેમણે જણાવ્યું કે, સચિવાલયના દરવાજા બંધ ન કરવા જોઈએ અને સરકારે અમારી વાત સંભળવી જોઈએ.