ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી તથા ટીડીઓએ ડભોડા પંથકના ગામડાની મુલાકાતે

0
81

કોરોના મહામારીના સંદર્ભે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી ડભોડા ગામની મુલાકાતે
સોશિયલ ડિસ્ટન્સ જોવા મળતા ડીડીઓ તથા ટીડિયો એ કર્યા વખાણ
ડભોડા માં ૮૦ વર્ષની વૃદ્ધ મહિલા ને માસ્ક બાંધેલું જોઈને કર્યા ધન્યવાદ

 

 

આજરોજ ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલ અને તાલુકા વિકાસ અધિકારી જી.એલ. ધાંધલિયા ગાંધીનગર તાલુકાના કરાઈ, વલાદ, વીરા તલાવડી, વાંકાનેડા, ગલુદણ, સોનારડા, અને ડભોડા ગામોની મુલાકાત લીધી હતી . ગામડાઓના સરપંચો તથા તલાટી સાથે ગ્રામ્ય વિસ્તારમાં લોકડાઊન અને ચુસ્ત અમલ કરવા બાબતે સમીક્ષા કરી અને આ બાબતે કરેલ કામગીરી અંગે સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. વધુમાં જણાવ્યું કે લોકડાઊન નો અમલ થાય છે .પણ અમુક લોકો જે કાયદાનું પાલન કરતા નથી તેઓને ગ્રામ પંચાયતે તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશને જાણ કરવી અને કાયદેસરના પગલાં ભરી કાયદા નું પણ ન કરનાર પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. .હાજર રહેલ પોલીસ કર્મચારીઓને પણ લોકડાઉન નું ચુસ્ત પણે અમલ થાય તે અંગે સુચનાઓ આપી.

બાઈટ : R.R. RAWAL, જિલ્લા વિકાસ અધિકારી, ગાંધીનગર

હાજર રહેલ આરોગ્ય કર્મચારીઓને મેડિકલ ટીમો બનાવી આગામી બે દિવસમાં ગામના તમામ ઘરોમાં આરોગ્ય સર્વેલન્સ પૂર્ણ કરવા જણાવ્યું. આ ગામડાઓમાં હોમકવારેંટિન કરાયેલ વ્યક્તિઓની સરપંચ અને તલાટીએ દિવસ માં બે વખત મુલાકાત કરવાનું અને મુલાકાત માટેનું રજીસ્ટર નિભાવણીની અહેવાલ તાલુકા વિકાસ અધિકારી ગાંધીનગરને મોકલવાની સૂચના પણ આપી હતી.

પંચાયત દ્વારા ફરજિયાત માસ્ક પહેરવા અંગેના જાહેરનામાનો કડક અમલ માટે સોનારડા ગામમાં જિલ્લા વિકાસ અધિકારી એ માસ્ક પહેર્યા વગર ફરતા ત્રણ વ્યક્તિ ને સ્થળ પર દંડ ફટકારવા તલાટી ને સૂચના આપી દીધી હતી. જિલ્લા વિકાસ અધિકારી વલાદ ગામે બે વ્યક્તિઓ સાથે અને ડભોડા ગામની એક વ્યક્તિ સાથે વીડિયો કોલિંગ કરીને વાતચીત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા અને જલ્દી સાજા થવાના આશીર્વાદ આપ્યા હતા.

બાઈટ : R.R. RAWAL, જિલ્લા વિકાસ અધિકારી, ગાંધીનગર

 

ગ્રામ પંચાયત અને આરોગ્યને ગામમાં નિયમિત સૅનેટાઇઝ અને સર્વેલન્સ માટે સૂચના આપી હતી. ડભોડા ગામમાં વૃક્ષની નીચે બેસેલ એક 80 વરસની વૃદ્ધા ને માસ્ક પહેરલ જોઈને ડીડીયો તેમ જ ટીડિઓ ખુશ થઈ ગયા હતા અને તેમને જીવતું ઉદાહરણ જોવા મળ્યું હતું કે ગામડાઓમાં માસ્ક પહેરવાનું કડક અમલ થઈ રહ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી ની મુલાકાત વખતે ગામોના સરપંચો અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

બાઈટ : R.R. RAWAL, જિલ્લા વિકાસ અધિકારી, ગાંધીનગર

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here