ગાંધીનગર જિલ્લાની મોટી આદરજ ગામે રામાપીર ભગવાનને નેજા ચઢાવવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

0
0

ગાંધીનગર જિલ્લાની મોટી આદરજ ગામે રામાપીરના મંદીરે નોમના નેજા ચઢાવવા માટે મોટી સંખ્યામા ગ્રામજનો ઉમટી પડ્યા.

ગાંધીનગર જિલ્લાની મોટી આદરજ ગામે આજે ભાદરવા નોમના દીવસે રામાપીરના મંદીરે ધજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો. અને આ ગામમા છેલ્લા ૧૦૦ વર્ષથી દર વર્ષે સમગ્ર ગામ ભેગુ મળીને રામાપીરના મંદીરે નેજા ચઢાવવામા આવે છે. આ પ્રસંગને અનુરૂપ સૌ ભેગા મળી આજના પ્રસંગને એક મોટો મેળો ભરાય તેવી રીતે ઉજવણી કરવામા આવે છે. અને સમગ્ર ગામ ભક્તિના માહોલમા રંગાઈ જતુ અને ગામની મહિલાઓ, યુવકો, યુવતીઓ અને વડીલો સૌ ભેગા મળીને એકતાના સંગીત સુરોમા રેલાઈને વાજતે ગાજતે આ પ્રસંગની ખુબ જ ભક્તિમય માહોલમા  ઉજવણી કરવામા આવે છે અને આજે રામાપીરના મંદીરે આજુબાજુના ગ્રામજનો અહીયા ઉમટી પડે છે. અને આજે મોટી સંખ્યામા લોકો ઉમટી પડે છે.

બાઈટ : મેહુલ પ્રહલાદજી ઠાકોર, સ્થાનિક રહીશ

 

  • આજના આ પ્રસંગે ગામની મહિલાઓ, યુવકો, યુવતીઓ અને ગ્રામજનોની ભારે ભીડ
  • છેલ્લા ૧૦૦ વર્ષથી દર વર્ષે ભાદરવા નોમના દીવસે રામાપીરના નેજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાય છે અને ખુબ જ ભક્તિમય માહોલમા આ કાર્યક્રમ યોજાય છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, દહેગામ, ગાંધીનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here