ગાંધીનગર જિલ્લાની ૨૬ જાન્યુઆરીની પર્વની ઉજવણી દહેગામ ખાતે આવેલા મ્યુનિશિપલ ગ્રાઉંડ ખાતે યોજાશે

0
46

ગાંધીનગર જિલ્લાની ૨૬ મી જાન્યુઆરી પર્વની ઉજવણીની તૈયારીના ભાગ રૂપે આજે દહેગામ મ્યુનિશિપલ ગ્રાઉંડ ખાતે જિલ્લાના કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર, પીઆઈ, ચીફ ઓફીસરે સ્થળની મુલાકાત લેતા અધિકારીઓ.

ગાંધીનગર જિલ્લાની ૨૬ મી જાન્યુઆરી પર્વની ઉજવણી દર વર્ષે શાનદાર રીતે કરવામા આવે છે અને તેના માટે જિલ્લાનુ અને તાલુકાનુ વહીવટી તંત્ર સજ્જ બની જવા પામ્યુ છે તેના અનુસંધાનમા તેની તૈયારીઓ માટે તંત્ર દ્વારા સ્થળ ચકાસણી માટે જિલ્લા કલેક્ટર અને તાલુકાના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. આ વર્ષે ગાંધીનગર જિલ્લાની ૨૬ મી જાન્યુઆરી પર્વની ઉજવણી દહેગામ ખાતે આવેલ મ્યુનિશિપલ ગ્રાઉંડ ખાતે યોજનાર છે.

૨૬ મી જાયુઆરી પર્વની ઉજવણીના ભાગ રૂપે ગુજરાતના ગ્રુહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે અને તેના માટે જિલ્લા વહીવટી તંત્ર અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા મ્યુનિશિપલ ગ્રાઉંડની મુલાકાત માટે જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા પ્રાંત અધિકારી, તાલુકા મામલતદાર, તાલુકા પીઆઈ, નગરપાલિકાના ચીફ ઓફીસર અને તાલુકાના કર્મચારીઓ આજે સવારે મ્યુનિશિપલ ગ્રાઉંડ ખાતે સ્થળ તપાસ માટે આવી ગયા હતા અને ક્લેક્ટર અને પ્રાંત અધિકારીએ આ સ્થળની મુલાકાત લઈને લાગતા વળગતા તંત્રની જવાબદારી માટે સભાન કરી દીધા હતા અને આ સ્થળ માટે આવવા જવા માટેના માર્ગો ચોખ્ખા કરી દેવા સુચના આપી હતી અને પાર્કીંગ વ્યવસ્થા યોગ્ય જગ્યાએ ગોઠવાય તેના માટે સ્થાનીક પીઆઈ દ્વારા સ્થળની માહિતી મેળવી રહ્યા છે. અને શાંતી અને સુલેહ પુર્વ ૨૬ મી જાન્યુઆરી પર્વની ઉજવણી થાય તેના માટે દહેગામ મ્યુનિશિપલ ગ્રાઉંડ ખાતે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવશે.

  • ગાંધીનગર જિલ્લાની ૨૬ મી જાન્યુઆરી પર્વની ઉજવણીની તૈયારીના ભાગ રૂપે આજે જિલ્લાના કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર, પીઆઈ, ચીફ ઓફીસરે સ્થળની મુલાકાત લેતા અધિકારીઓ
  • શાંતી અને સુલેહ પુર્વક ૨૬ મી જાન્યુઆરી પર્વની ઉજવણી થાય તેના માટે દહેગામ મ્યુનિશિપલ ગ્રાઉંડ ખાતે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવશે
  • ગાંધીનગર જિલ્લાના ૨૬ મી જાન્યુઆરી પર્વની શાનદાર રીતે ઉજવણી થાય તેના માટે જિલ્લા અને તાલુકાના વહીવટી તંત્ર દ્વારા પુર જોશમા તૈયારીઓ આરંભી દેવામા આવી
  • ગુજરાતના ગ્રુહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ૨૬ મી જાન્યુઆરીના પર્વ નિમિતે હાજર રહેશે તેના માટે દહેગામ ખાતે વહીવટી તંત્ર સજ્જ બની જવા પામ્યુ છે

 રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here