ગાંધીનગર : ભરતીના નિમયો મુદ્દે સામાન્ય સભા તોફાની બને તો નવાઈ નહીં

0
7

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા 23 માર્ચે મળશે. સાડા 5 મહિને મળનારી સામાન્ય સભા આ ટર્મની છેલ્લી સભા હોવાની શક્યતા છે. સામાન્ય સભામાં મનપાના વર્ષ 2020-21ના રિવાઈઝ અંદાજપત્ર તથા 2021-22નું બજેટ મંજૂરી માટે મુકાશે. જેમાં કોંગ્રેસ દ્વારા જૂના વિસ્તારના ગામડાંઓ સહિતના વિસ્તાર માટે બજેટમાં થયેલી ઓછી જોગવાઈઓ અંગે વાંધો ઉઠાવાય તેવી શક્યતા છે.

આ ઉપરાંત બજેટમાં ગત સભાના પ્રોસીડીંગ્સને મંજૂરી માટે મુકાશે, જેમાં ભરતીના નિમયો મુદ્દે સામાન્ય સભા તોફાની બને તો નવાઈ નહીં. 20 ઓક્ટોબર 2020ના રોજ મળેલી સામાન્ય સભામાં અસામાન્ય ઘટનાઓ બની હતી. જેમાં સ્થાયી સમિતીએ મંજૂર કરેલા બઢતી-ભરતીના નિયમોમાં સુધારા માટે ભાજપના જ સભ્યે દરખાસ્ત કરી હતી. જેની સામે ભાજપના જ 6 સભ્યોએ વિરોધ નોંધાવીને ચર્ચા ઉગ્ર થતાં વોકઆઉટ કર્યું હતું. બીજી તરફ કોંગ્રેસના સભ્યોએ પણ નિયમો મુદ્દે બહુ કોઈ લાંબી ચર્ચા કે વિચાર વગર જ દરખાસ્તને ટેકો આપી દીધો હતો.

નવા બિલ્ડિંગમાં સા. સભા મળે તેવી શક્યતા!
સેક્ટર-17 ખાતે કોર્પોરેશનનું નવું બિલ્ડિંગ પૂર્ણતાના આરે છે, ત્યારે આગામી મંગળવાર પહેલાં જ નાના-મોટા કામો આટોપી લઈને સામાન્ય સભા નવા બિલ્ડિંગમાં મળે તેવી શક્યતા જોવાઈ રહી છે. કોર્પોરેશનના નવા બિલ્ડિંગને પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન નામ અપાયું છે. ચૂંટણીની જાહેરાત પહેલાં જ નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરાય તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here