Saturday, September 18, 2021
Homeગાંધીનગર ગાંધીનગર : મુખ્યમંત્રીના નિવાસસ્થાને લાગણીસભર દ્રશ્યો સર્જાયા, વિજય રૂપાણીએ સૌનો હ્દયપૂર્વક આભાર...

ગાંધીનગર : મુખ્યમંત્રીના નિવાસસ્થાને લાગણીસભર દ્રશ્યો સર્જાયા, વિજય રૂપાણીએ સૌનો હ્દયપૂર્વક આભાર માન્યો

ગાંધીનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી-સ્ટાફ કર્મચારીઓનો આભાર માન્યો હતો. તે વેળાએ મુખ્યમંત્રી નિવાસસ્થાને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં.

આજે બપોરે રાજભવન ખાતે નવા મુખ્યમંત્રીની શપથવિધી યોજાઇ હતી. આ શપથગ્રહણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદભાર દાદા ભગવાન અને સીમઘર સ્વામીની મૂર્તિને પુષ્પ અર્પણ કરી નમન કર્યા હતાં ત્યાર બાદ મુખ્યમંત્રી પદે બિરાજમાન થયા હતાં.

આ તરફ, સીએમ હાઉસમાં વિજય રૂપાણીએ મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા અિધકારી, સ્ટાફ અને સેવકોને મળી આભાર વ્યક્ત કર્યો હતો. હસતા ચહેરે ક્ષણભરનો વિચાર કર્યા વિના રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું જેથી લોકોના દિલમાં સ્થાન મળ્યુ છે.

મુખ્યમંત્રી તરીકે કામ કરવાની અલગ શૈલી, સહજતા, પરિવારની ભાવના, કોમનમેનની ઓળખ ઉપરાંત સૌને સાથે લઇને ચાલવાની કાર્ય પદ્ધતિના કારણે મુખ્યમંત્રીની વિદાયથી અિધકારી-ક્રમચારીઓ ય ભાવુક બન્યા હતાં.

ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે, વિજય રૂપાણીએ તેમના પાંચ વર્ષના શાસન કાળમાં લોકો માટે ઘણાં સારા નિર્ણયો લીધા છે. તેમણે સમાજના તમામ વર્ગો માટે અથાગ મહેનત કરી છે. મને ખાતરી છે કે, આવનારા સમયમાં તેઓ જાહેર સેવામાં યોગદાન આપવાનુ ચાલુ રાખશે. નરેન્દ્ર મોદીએ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ય શુભેચ્છા પાઠવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments