ગાંધીનગર : મેડિકલની પરીક્ષામાં બાહ્ય પરીક્ષકો માટે ઓનલાઈન વિકલ્પની છુટ

0
0

કોરોનાની સ્થિતિમાં એમબીબીએસની ફાઈનલ યર પાર્ટ ૧ અને૨ની તથા સેકન્ડર યરની રેગ્યુલર ફાઈનલ તથા સપ્લીમેન્ટરી પરીક્ષાઓ લેવા અંગે નેશનલ મેડિકલ કમિશનના યુજી બોર્ડ દ્વારા યુનિ.ઓ માટે ગાઈડલાઈન જાહેર કરાઈ છે.જે મુજબ હાલ  રાજ્ય બહારના નિમાતા બાહ્ય પરિક્ષકો માટે ઓનલાઈન વિકલ્પની છુટ અપાઈ છે.

કોરોનાને લીધે ઘણી યુનિવર્સિટીઓમાં હજુ ફાઈનલ યર એમબીબીએસની પાર્ટ ૧ અને૨ની પરીક્ષાઓ લઈ શકાઈ નથી આ ઉપરાંત સેકન્ડર યર એમબીબીએસ રેગ્યુલર તથા ફર્સ્ટ અને સેકન્ડર યર સપ્લીમેન્ટરી એક્ઝામ પણ લેવાની થાય તેમ છે.કોરોનાને લઈને હજુ રેગ્યુલર રીતે ક્યારે અને કઈ રીતે પરીક્ષા યોજાશે તે નક્કી નથી.ઉપરાંત ગુજરાતમાં એમબીબીએસના ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ ડયુટી પણ અપાઈ છે. જ્યારે પરીક્ષાઓ યોજવાને લઈને નેશનલ મેડિકલ કમિશનના અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડે ગાઈડલાઈન જાહેર કરતા સૂચનાઓ આપી છે કે ઓછા ઓછા વિદ્યાર્થીઓ સાથેની બેચ પાડી પરીક્ષા લેવામા આવે, રાજ્ય બહારના નક્કી કરાયેલા પરીક્ષકો જો આવી શકે તેમ ન હોઈ તો ઓનલાઈન મોડમાં તેઓને પરીક્ષામાં રાખવાની છુટ આપી શકાય.

આ ઉપરાંત ઈન્ટરનલ એક્ઝામિનર્સ ફરજીયાત ફિઝિકલી પરીક્ષા લેવા માટે હાજર રહેવા જોઈએ.ફાઈનલ એમબીબીએસ પાર્ટ-૧-૨ની પરીક્ષામાં ક્લિનિકલ મિટિરિયલની શોર્ટેઝ હોય તો કેસ સિનારીયો દ્વારા પરીક્ષા લઈ શકાય. પ્રેક્ટિકલ કે ક્લિનિકલ પરીક્ષા તો ફરજીયાત લેબમાં જ થવી જોઈએ.જે વિદ્યાર્થીઓ કોઈ પણ કારણસર પરીક્ષા ન આપી શક્યા હોય તો તેઓને આગળની સપ્લિમેન્ટરી એક્ઝામમાં પરીક્ષા આપવાની તક આપવામા આવે અને તેને સેકન્ડ એટેમ્ટ કે વધારાનો એટેમ્ટ ન ગણવામા આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here