ગાંધીનગર : ફિરોઝખાન અવનરખાન પઠાણ કન્ટેનર ડેપોની સામે વરલીનો જુગાર રમાડે છે

0
7

જમીયતપુરા ખાતે આવેલા છે. અડાલજ પીઆઈ જે. એચ. સિંધવના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ મિલીનકુમારને બાતમી મળી હતી જેના આધારે તપાસ કરી હતી.

ખોરજ ગામનો ફિરોઝખાન અવનરખાન પઠાણ (27 વર્ષ) જમીયતપુરા ગામની સીમમાં કન્ટેનર ડેપોની સામે વરલીનો જુગાર રમાડે છે તેવી બાતમીના આધારે પોલીસે રેડ કરીને ડેપોના ગેટ નં-2 સામે GJ-18-DD-1115 નંબરનું એક્ટિવા લઈને ઉભેલા ફિરોઝખાનને ઝડપી પાડ્યો હતો. જેનો ફોન ચેક કરતાં ફોનના વેટ્સએપ પર વરલી મટકાના આંક લખેલા મળી આવ્યા હતા. જેને પગલે પોલીસે તેની પાસેથી 1,01,700 રૂપિયા રોકડા, 40 હજારની કિંમનતું એક્ટિવા તતા 5 હજારનો ફોન મળીને કુલ 1,46,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપીનો ફોનમાંથી એસએમ, ગપો, એમકે, હિતેશ, ભાણો જેવા નામો મળી આવ્યા હતા. જેઓના નંબર પર વોટ્સએપ ચેટમાં વરલી મટકાના જુદા-જુદા આંક લખેલા મળ્યા હતા. જેને પગલે પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

કલોલમાં વરલીનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
કલોલમાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાઈ ગયો હતો. કલોલ શહેર પોલીસને બાતમી મળી હતી કે હાઈવે પર આવેલી સિંદબાદ હોટલની સામે આવેલા પુલ નીચે રિક્ષા નં.જીજે 18 એ.યુ.2842મા બેસી એક શખ્સ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમાડતા જાવેદ ઈબ્રાહીમભાઈ મન્સુરીને રોકડા 160 તેમજ રિક્ષા મળી કુલ રૂ.10,160ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડેલ આરોપી વિરૂધ્ધ જુગાર ધારાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here